News of Friday, 21st February 2025
ઈન્સ્ટાગ્રામમાં પોલીસને બદનામ કરતી પોસ્ટ કરનારા સામે પોલીસે જ નોંધાવી ફરિયાદ
બનાસકાંઠામાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધારક સામે ચાર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી

બનાસકાંઠામાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધારક સામે ચાર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. Instagram ધારક ahirani_jinal_007 સામે વધુ બે પોલીસ ફરિયાદ નોંધાતા કુલ ચાર પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ કર્મીઓના ઈન્સ્ટાગ્રામમાં પોલીસ કર્મીની કામગીરીને બદનામ કરતા વીડિયો અપલોડ કરાયો હોવાની વિગતો સામે આવી છે. ahirani_jinal_007 નામના ઇંસ્ટાગ્રામ ધારકે પોલીસ સાથે સાંઠ ગાંઠ ધરાવી લોકો પાસેથી તોડ કરતા હોય તેવો દાવા કર્યો હતો. આ મામલે અગાઉ બે પોલીસ ફરિયાદ થરાદ પોલીસ મથકે નોંધાઈ ચૂકી છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
