News of Friday, 21st February 2025
સાંસદો-ધારાસભ્યોને વહીવટી તંત્ર ગણકારે નહિ તે ન ચાલેઃ પત્રોનો જવાબ ૧પ દિ'માં આપવા સુચના

(અશ્વીન વ્યાસ) ગાંધીનગર, તા., ૨૧: સંસદસભ્ય શ્રીઓ અને ધારાસભ્યશ્રીઓના પત્રો અન્વયે થયેલ કાર્યવાહી અંગે વિપક્ષના નેતા અમિત ચાવડાના અંતરકિંત પ્રશ્નના ઉતરમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તા.૭-૧-૧૯ થી ૬-૧૦-ર૧નાં પરીપત્રમાંથી કરવામાં આવેલ કાર્યવાહી અને સુચનાઓ રાજયના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
સાંસદસભ્યશ્રીઓ-ધારાસભ્યશ્રીઓના પત્રોની આખરી જવાબ પત્ર વિભાગને મળે તે તારીખથી પંદર દિવસમાં પાઠવવા અનિવાર્ય છે. કોઇ કારણસર આ સમય મર્યાદામાં આખરી જવાબ પાઠવવો શકય ન હોય તો પત્રનો વચગાળાનો જવાબ પંદર દિવસમાં અચુક પાઠવવો તેવી સુચના જારી કરવામાં આવી છે.
ઉપરાંત વિભાગને પત્ર મળ્યાની તારીખથી પંદર દિવસમાં અચુક પાઠવવો જો તેમ શકય ન હોય તો આખરી જવાબ મોડામાં મોડો બે માસની સમય મર્યાદામાં આપવો. રજુઆતની વિષય વસ્તુનો નિકાલ ૬૦ દિવસમાં પણ શકય બને તેમ ન હોય તો વચગાળાનો જવાબ પાઠવવામાં આ પ્રશ્નો વર્ષ-૨૦૨૨માં ૧૪૭ પ પત્રો વર્ષ ૨૦૨૩માં ૧૩૯ પત્રો રાજયના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મળેલ છે.
આ પત્રો મળ્યા જેવા ૨૧ પત્રોમાં વચગાળાનો છેલ્લા બે વર્ષમાં અને ૨૩૨ પત્રોમાં આખરી જવાબ આપવામાં આવેલ છે. બાકી રહેલા પત્રોમાં બંને તેટલી ઝડપથી ઉકેલ આવે તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પ્રજાના પ્રતિનિધિ સંસદ સભ્યોશ્રીઓ ધારાસભ્યશ્રીઓને કોઇ પણ પ્રકારનો અન્યાય ન થાય તેની કાળજી રાખવામાં આવશે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
