News of Friday, 21st February 2025
પાટણના વાસ્મો કચેરીના આસિસ્ટન્ટ ટેક્નિકલ એન્જીનીયર 1 લાખની લાંચ લેતા ઝડપાયો
બીલના નાણાં કપાત કર્યા વગર ફરિયાદીના ખાતામાં ચેક જમા કરવાના અવેજ પેટે રવિ દરજીએ એક લાખની લાંચ માંગી

પાટણના વાસ્મો કચેરીના આસિસ્ટન્ટ ટેક્નિકલ એન્જીનીયર રવિ શાંતીલાલ દરજી 1 લાખની લાંચ લેતા ઝડપાયો , બીલના નાણાં કપાત કર્યા વગર ફરિયાદીના ખાતામાં ચેક જમા કરવાના અવેજ પેટે એક લાખની લાંચની માંગણી કરી હતી
ફરીયાદીએ સરકારની નલ સે જળ યોજના હેઠળ (જલજીવન જીવન મિશન કાર્યક્રમ તળે) વર્ષ ૨૦૨૨-૨૩” માં સમી તાલુકાના સમી ખાતે પાણીની પાઈપ લાઈન નાખવાનું કામ કરેલ અને તે કામ ના છેલ્લા હપ્તાના ( ડિપોઝિટ) પેટે નું બીલ રૂ.૩૮,૪૪,૫૯૮-/ જેટલું લેવાનું પેન્ડિંગ હતું જે બીલના નાણાં કપાત કર્યા વગર ફરિયાદીના ખાતામાં ચેક જમા કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપીતે રૂ.૧.૦૦,૦૦૦-/ની ગેરકાયદેસર માંગણી કરેલ
ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, પાટણ એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે આધારે લાંચના છટકાનુ આયોજન કરતા, છટકા દરમ્યાન ફરિયાદી આક્ષેપિતને મળતા ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ ૧,૦૦,૦૦૦/-. સ્વીકારી, આરોપી રવિ શાંતીલાલ દરજી આસિસ્ટન્ટ ટેક્નિકલ એન્જીનીયર વાસ્મો કચેરી (પાણી પુરવઠા બોર્ડનું ઉપક્રમ) (વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન) પાટણ જી. પાટણ.સ્થળ પર પકડાઇ ગયો હતો
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
