News of Friday, 21st February 2025
ભરૂચમાં નેશનલ હાઇવે પર અચાનક ગાયોનું ધણ આવી ચડ્યું:ટ્રક અડફેટે 7 ગાયોના મોત
ટ્રકે ગાયના આખા ધણનેજ અડફેટે લેતા 7 ગાયોના મોત જ્યારે 10 થી વધુ ગાયોને નાની મોટી ઈજા

ભરૂચ : નેશનલ હાઈવે નંબર 48 પર હૃદય કંપાવે તેવી ઘટના બની છે. પસાર થઈ રહેલા એક ગાયોના ધણને અકસ્માત નડ્યો હતો. પુર પાટ ઝડપે દોડી રહેલી ટ્રકે ગાયના આખા ધણનેજ અડફેટે લેતા 7 ગાયોના મોત જ્યારે 10 થી વધુ ગાયોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ બનાવને લઈ ઢોર માલિક ઘેરા શોકમાં ગરકાવ થયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
અત્યાર સુધીમાં અનેક અકસ્માતો થયા હશે. જેમાં વ્યક્તિઓ સહિત ઢોર અને વન્ય પ્રાણીઓના મોત થયા છે. જોકે એક વિચિત્ર અકસ્માત ભરૂચ જિલ્લામાં બન્યો છે. સર્જાયેલા અકસ્માતમાં સાત ગાયોના મોત થયા છે. ભરૂચ જિલ્લાના વરેડિયા તાલુકામાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર અકસ્માતની ઘટના બની હતી વહેલી સવારે ઢોર માલિક પોતાના ઢોરના ધણને લઈને ચરાવવા માટે પસાર થઈ રહ્યો હતો. હાઇવે ઉપર એક સાઇડ પરથી પસાર થતી વખતે અચાનક માતેલા સાંઢની ગતિએ પૂરપાટ ઝડપે આવી ચડેલા ટ્રકના ચાલકે આખા ગાયના ધણને જ અડફેટે લીધું હતું.
આ અકસ્માતમાં ઘટના સ્થળે જ સાત જેટલી ગાયોના મોત થયા છે. જ્યારે 10 થી વધુ ગાયોને નાની મોટી ઈજા પહોંચી હતી. સર્જાયેલા અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો. જ્યારે બીજી તરફ ગાયોના મોત થતા ઢોર માલિક ઘેરા શોકમાં ગરકાવ બન્યો હતો. જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બનાવને પગલે હાઈવે પોલીસે ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક હળવો કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
