<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

અંદરનો આત્‍મા હજુ પણ ડોક્‍ટરનો છે : પદ્મભૂષણ ડો. તેજસભાઇ પટેલ : હૃદયને કેવી રીતે સાચવશો? જાણો ડો. તેજસભાઇ પટેલ પાસેથી આ એપેક્‍સ હાર્ટ ઇન્‍સ્‍ટિટ્‍યુટ કરવાનો કોઈ પ્‍લાન હતો જ નહી ૩૫ થી ૪૦ વર્ષ પછી શરીરના ઉપરના ભાગમાં કોઈ પણ એવા સિમ્‍ટમ્‍સ આવે કે જે વ્‍યક્‍તિએ પહેલા એ પ્રકારના સિમ્‍ટમ અનુભવ્‍યા ના હોય અને એ રીપ્રોડ્‍યુસેબલ થાય તો તમારા ડોક્‍ટરને બતાવીને એટલીસ્‍ટ ચેક કરાવી લેવું કે હૃદયની કોઈ તકલીફ છે કે નહી. ડો. તેજસભાઇ પટેલે સવા લાખ કરતા વધારે માણસોની પ્રોસીજર અને સર્જરી કરી છે. ૧૯૯૧ થી તેઓ આ ક્ષેત્રે કાર્યરત છે. એટલે એ વાતને પણ ૩૫ વર્ષ થશે. તેમના જીવનમાં ન ભૂલી શકાય તેવા પણ ઘણા કેસ તેઓએ હાથ ધરેલા છે. કર્મ કરોને ફળની આશા ના રાખો તો ફળ મળે જ નહીં. આશા ચોક્કસ રાખવાની પણ ફળની જીદ નહી કરવાની. ટેબલ પર કોઈ પણ વ્‍યક્‍તિ, હોય એ ગમે તેટલા વીઆઈપી હોય એ મારા માટે એ પેશન્‍ટ છે. કારણ જો હું એવું ના વિચારું તો તે મારા દર્દી પ્રત્‍યે સૌથી મોટો અન્‍યાય અને અનાદર થયો તેમ કહેવાય. અચાનક થતા મૃત્‍યુનું કારણ શોધવા મને એવું લાગે છે કે પોસ્‍ટમોર્ટમ જાગૃતિ માટેનું એક અભિયાન કરવા જેવું છે. જે વસ્‍તુ જીભને બહુ ગમે તે હૃદય માટે સારી નથી હોતી અને જે હૃદય માટે બહુ જ સારી વસ્‍તુઓ છે એ જીભને નથી ગમતી. હૃદયરોગોના વિવિધ પાસાઓ પર ચર્ચા, હાર્ટ એટેક, બાયપાસ સર્જરી, એન્‍જીોપ્‍લાસ્‍ટી, અને સડન ડેથ જેવી ગંભીર પરિસ્‍થિતિઓ ઉપરાંત માનસિક આરોગ્‍ય, જીવનશૈલીનું મહત્‍વ, તણાવ નિયંત્રણ, યોગ્‍ય આહાર, નિયમિત વ્‍યાયામ અને મેડિટેશનને પ્રાથમિકતા, મેડિકલ ટુરિઝમ જેવી ચર્ચાઓ ડોક્‍ટર સાહેબે કરી છે. 3:39 PM IST