તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Friday, 21st February 2025
રાજયમાં કપાસનો ઉંચો ભાવ માણાવદરમાં 1570 રૂપિયા સુધી બોલાયો :જાણો અન્ય 41 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 41 માર્કેટ યાર્ડમાં કુલ 4,035.71 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 41 માર્કેટ યાર્ડમાં કુલ 4,035.71 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1570 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1496 રૂ. અને નીચો ભાવ 1321 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય રાજપીપળામાં 1529 રૂ., વિસનગરમાં 1521 રૂ., વડાલીમાં 1519 રૂ., સિદ્ધપુરમાં 1514 રૂ., બોટાદમાં 1511 રૂ., ગોંડલમાં 1481 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 4,035.71 ટન કપાસની આવક થઇ છે.


(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
