News of Sunday, 23rd February 2025
સુરતમાં 108 એમ્બ્યુલન્સે બાળકીને ટક્કર મારતા બાળકી 20 ફૂટ હવામાં ફંગોળાઈ : સદનસીબે વિદ્યાર્થિનીના ખભા પર બેગ હોવાના કારણે વધુ ઈજા ન થઈ
સરદાર બ્રિજ પાસે આ ઘટના બની હતી અને સમગ્ર ઘટનાને લઈ સીસીટીવી પણ વાયરલ થયા હોવાની વાત સામે આવી

સુરત તા.૨૩
સુરતના સરદાર બ્રિજ પાસે 108 એમ્બ્યુલન્સ ચાલકે સાયકલ સવાર બાળકીને ટક્કર મારતા બાળકી હવામાં 20 ફૂટ ફંગોળાઈ હતી,બાળકી રોડ ક્રોસ કરી રહી હતી અને તે દરમિયાન ફુલ ઝડપે આવી રહેલી 108એ તેને અડફેટે લીધી હતી જેના કારણે લોકોના ઘટના સ્થળે ટોળા ઉમટી પડયા હતા અને બાળકીને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડી હતી
એમ્બ્યુલન્સ અને સાયકલ સવાર બાળકી વચ્ચે અકસ્માત
સુરતમાં એમ્બ્યુલન્સ અને સાયકલ સવાર બાળકી વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સાયકલચાલક બાળકી રોડ ક્રોસ કરતી હતી અને તે દરમિયાન આ ઘટના બની હતી બાળકી 108ના આગળના ભાગે અથડાય છે અને સીધી હવામાં ઉછળે છે,તો આસપાસના લોકોએ બાળકીને બચાવી હતી બાળકીને હાથના ભાગે ઈજા પહોંચતા તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડી હતી,સરદાર બ્રિજ પાસે આ ઘટના બની હતી અને સમગ્ર ઘટનાને લઈ સીસીટીવી પણ વાયરલ થયા હોવાની વાત સામે આવી છે.
બાળકીને નથી પહોંચી ગંભીર ઈજા
સુરતના અડાતજણ વિસ્તારમાં આવેલા સરદાર બ્રિજ પાસેથી 108 એમ્બ્યુલન્સ પસાર થઈ રહ હતી ત્યારે જ રોડ ક્રોસ કરી રહેલી એક સાયકલ સવાર વિદ્યાર્થિની અડફેટે આવી જતા વિદ્યાર્થિની 20 ફૂટ ફંગોળાઈ હતી. સદનસીબે વિદ્યાર્થિનીના ખભા પર બેગ હોવાના કારણે વધુ ઈજા થઈ ન હતી. જે એમબ્યુલન્સ સાથે અકસ્માત થયો હતો તેજ એમ્બ્યુલન્સમાં તેને સારવાર આપવામાં આવી હતી તો આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી અને બાળકીની તબિયત હાલ સારી છે કોઈ ગંભીર ઈજા પહોંચી નથી.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
