<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

રાજ્યમાં ઉનાળાની ગરમીનો થશે અહેસાસ; સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં યેલો એલર્ટ

રાજયમાં આગામી દિવસોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના

અમદાવાદ : હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં હવે ઉનાળાની ગરમીનો અહેસાસ થશે. કાળઝાળ ગરમીમાં શેકાવા માટે  તૈયાર રહેવા હવામાન વિભાગનું કહેવું છે. આગામી પાંચ દિવસ, ગુજરાતમાં વાતાવરણ સૂકુ રહેશે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

  યલો એલર્ટને પગલે, સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગરમી અને બફારાના પ્રમાણમાં વધારો થશે. આગામી દિવસોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. હાલ પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વથી છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું છે.

 

(7:35 PM IST)