News of Monday, 24th February 2025
રાજયમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગરમાં 1418 રૂપિયા સુધી બોલાયો: જાણો 30 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 30 માર્કેટ યાર્ડમાં કુલ 1,701.49 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 30 માર્કેટ યાર્ડમાં કુલ 1,701.49 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમા 1418 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1132 રૂ. અને નીચો ભાવ 950 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય હળવદમાં 1210 રૂ., જામનગરમાં 1180 રૂ., ગોંડલમાં 1141 રૂ., વેરાવળમાં 1121 રૂ., જસદણમાં 1120 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,701.49 ટન મગફળીની આવક થઇ છે.


(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
