તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Tuesday, 25th February 2025
અમદાવાદના મણિનગરમાં હેબ્રોન સ્કૂલમાં માસુમ વિદ્યાર્થીને માર મારનાર શિક્ષિકાને ડિસમિસ કરાઈ
ધોરણ 1ના એક વિદ્યાર્થીને શિક્ષિકા દ્વારા માર મારી પીઠ લાલ કરી દેવાઈ : વિદ્યાર્થીને માર માર્યો હોવાનો ફોટો સાથેની શહેર ડીઈઓ કચેરીમાં ફરિયાદ બાદ કાર્યવાહી

અમદાવાદ : મણિનગરમાં આવેલી હેબ્રોન સ્કૂલમાં ધોરણ 1ના એક વિદ્યાર્થીને શિક્ષિકા દ્વારા માર મારી પીઠ લાલ કરી દેવાઈ હોવાનું ઘટના ઘટી હતી. આ ઘટનાના પગલે વાલી દ્વારા વિદ્યાર્થીને માર માર્યો હોવાનો ફોટો સાથેની શહેર ડીઈઓ કચેરીમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના પગલે ડીઈઓ દ્વારા સ્કૂલને નોટિસ આપતાં શિક્ષિકાને ડિસમિસ કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે. ડીઈઓએ સ્કૂલને વધુમાં એવી પણ સૂચના આપી છે કે, જરૂર જણાય તો શિક્ષિકા સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવે.
શહેર ડીઈઓએ આપેલી નોટિસમાં જણાવ્યું હતું કે, આપની શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 1ના વિદ્યાર્થીને રૂબિના, શિક્ષક દ્વારા શારીરિક શિક્ષા કરવાની ફરિયાદ મળી છે. આથી તાત્કાલિક ધોરણે આ શિક્ષકને શાળામાંથી દૂર કરવાની કાર્યવાહી કરી અને શિક્ષક સામે પોલીસ ફરિયાદ અંગેની કાર્યવાહી કરવામાં આવે. જો આમ નહીં કરવામાં આવે તો શાળા મંડળ સામે નિયમોનુસારની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવાની ફરજ પડશે. શિક્ષણ વિભાગનો ઠરાવ અને આરટીઈ કાયદામાં કરેલી જોગવાઈ મુજબ વિદ્યાર્થીને માનસિક તે શારીરિક સજા કરી શકાય નહીં.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
