<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

નગરદેવી ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા નીકળશે : જાણો રૂટના કાર્યક્રમ : 6 લાખથી વધુ ભાવિકો જોડાશે

નગરદેવી માતા ભદ્રકાળીની 614 વર્ષ પછી 26મી ફેબ્રુઆરીએ યોજાનારી નગરયાત્રામાં વિવિધ જગ્યાઓ પર માતાજીના પાદુકાની આરતી ઉતારાશે.

અમદાવાદ :શહેરની નગરદેવી માતા ભદ્રકાળીની 614 વર્ષ પછી 26મી ફેબ્રુઆરીએ યોજાનારી નગરયાત્રામાં વિવિધ જગ્યાઓ પર માતાજીના પાદુકાની આરતી ઉતારાશે. 6.25 કિલોમીટરની નગરયાત્રામાં લાખો ભક્તો જોડાશે. મહત્ત્વનું છે કે, આ નગરયાત્રા દરમિયાન બાબા માણેકના વંશજો દ્વારા માણેકચોકમાં અને મ્યુનિસિપલ ઓફિસે મેયર આરતી કરશે. આ પછી સાબરમતી નદીની પણ આરતી ઉતારાશે.

નગરયાત્રાના રૂટના કાર્યક્રમો

  • 7.30 વાગે નગરદેવી મા ભદ્રકાળી મંદિરે પાદુકા આરતી
  • 7.45 વાગે લક્ષ્મી માના પંજાની આરતી
  • 8.00 વાગે યાત્રા માટે રથ પર માના પાદુકાની પધરામણી
  • 8.30 વાગે મહારાજ દ્વારા ત્રણ દરવાજા ખાતે દિવાની આરતી
  • 9.00 વાગે બાબા માણેકના વંશજો દ્વારા બાબા માણેકનાથ મંદિર માણેક ચોક ખાતે પાદુકાની આરતી
  • 9.45 વાગે એએમસી ઓફિસ ખાતે મેયર અને અધિકારીઓ દ્વારા પાદુકાની આરતી
  • 10.30 વાગે જમાલપુર જગન્નાથ મંદિરે મંદિરના મહંત દ્વારા પાદુકાની આરતી
  • 11.15 વાગે રિવરફ્રન્ટ ઘાટ પર સાબરમતી નદીની આરતી
  • 12.00 વાગે પૌરાણીક મહાલક્ષ્મી મંદિર ખાતે પાદુકાની આરતી
  • 12.30 વાગે વસંત ચોક ખાતેના પ્રાચીન ગણેશ મંદિરના પૂજારી દ્વારા પાદુકાની આરતી
  • 1.00 વાગે બહુચર માતા મંદિર ખાતે પાદુકાની આરતી
  • 1.30 વાગે ભદ્રકાળી મંદિર ખાતે હવન અને ભંડારો

(12:19 PM IST)