News of Tuesday, 25th February 2025
નિરમા યુનિ. દ્વારા વંચિત બાળકો માટે સાક્ષરતા ડ્રાઇવ

રાજકોટ તા.રપઃ નિરમા યુનિવર્સિટી ખાતે સ્કૂલ ઓફ ટેક્રોલોજીના નેશનલ સર્વિસ સ્કીમ (NSS) યુનિટે વંચિત બાળકોને શિક્ષિત કરવા અને તેમના સાંસ્કળતિક વારસા વિશે જાગળતિ લાવવાના હેતુથી સાક્ષરતા અભિયાન હાથ ધર્યું હતું. આ પહેલમાં ૨૦ થી ૨૫ બાળકોએ બહુવિધ ભાષાઓમાં મૂલ્યવાન જ્ઞાન અને સામાન્ય જાગળતિ મેળવીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સ્વયંસેવકોએ ગુજરાતી અને હિન્દી સ્ક્રિપ્ટો સહિત મૂળભૂત મૂળાક્ષરો શીખવ્યા હતાં. આ સત્ર દરમ્યાન ગુજરાતનો નકશો, ઐતિહાસિક અજાયબીઓ, પ્રસિદ્ધ સ્થળો અને આકર્ષણોને આવરી લેતા તેની ઊંડાણપૂર્વકની સમજ આપવામાં આવી હતી. બાળકો સ્વયંસેવકો સાથે બંધનમાં બંધાઈને તેમની સર્જનાત્મકતાને બહાર કાઢીને રંગબેરંગી ચિત્રકામની પ્રવળત્તિઓમાં વ્યસ્ત રહેતાં હૃદયસ્પર્શી નોંધ પર ઇવેન્ટનું સમાપન થયું.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
