<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન સાથે પણ નરેન્દ્રભાઈની મુલાકાત થવાની સંભાવના: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે છેલ્લા પાંચ મહિનામાં આજે બીજી વખત મુલાકાત કરશે : બ્રિક્સ સંમેલન આજથી એટલે કે મંગળવારથી શરૂ થઈ રહ્યું છે. રશિયાની અધ્યક્ષતામાં બે દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે રશિયાના કઝાન શહેરમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે છેલ્લા પાંચ મહિનામાં બીજી વખત મુલાકાત કરશે. સંમેલન દરમિયાન પીએમ મોદી અન્ય ઘણા દેશોના નેતાઓને મળે તેવી શક્યતા છે.: તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન સાથે પણ નરેન્દ્રભાઈની મુલાકાત થવાની સંભાવના છે. ભારતના વિદેશ મંત્રાલય અને નવી દિલ્હીમાં આ બંને દેશોના દૂતાવાસોના અધિકારીઓ વચ્ચે તાજેતરના અઠવાડિયામાં ચર્ચાઓ થઈ હોવાના અહેવાલ છે.9:31 AM IST

સોમવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો વડોદરામાં ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે : સપ્ટેમ્બર, 2021માં ભારતે ભારતીય વાયુસેના (IAF) ના જૂના AVRO કાફલાને બદલવા માટે 56 C-295 એરક્રાફ્ટ્સના અધિગ્રહણ માટેની ઔપચારિકતા હાથ ધરી હતી:ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ ફેસિલિટી 40 જેટલા C-295 એરક્રાફ્ટ્સનું ઉત્પાદન કરશે અને તેમને એસેમ્બલ કરશે, જે ભારતીય વાયુસેના (IAF) માટે સ્વદેશી ઈલેક્ટ્રોનિક વૉરફેર સ્યુટથી સજ્જ હશે:C-295 એરક્રાફ્ટ, જેનું વડોદરા ખાતે ઉત્પાદન કરવામાં આવશે, તે 5-10 ટનની ક્ષમતા ધરાવતું એક બહુમુખી લશ્કરી પરિવહન વિમાન છે, જે 71 ટ્રુપ્સ અથવા 49-50 પેરાટ્રુપર્સને લઇ જવા માટે સક્ષમ છે.6:29 PM IST

ગુજરાત વિધાનસભા ખાતે "લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગ તાલીમ કાર્યક્રમ"નો સમાપન સમારોહ યોજાયો : લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગ એ કાયદો અને તેના ઉદ્દેશ્યોને પરિપૂર્ણ કરવાની એક અનોખી કલા છે:ડો. બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં નિર્માણ થયેલું ભારતનું સંવિધાન લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ:કાયદા બનાવતા સમયે તેમાં ઉદ્દેશ્યની સ્પષ્ટતા અને સરળ ભાષાથી ન્યાયતંત્રનો હસ્તક્ષેપ ઘટે છે: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ:દેશ અને રાજ્યના પ્રજાકલ્યાણ માટે ગૃહમંત્રી અમિતભાઈ શાહે કાયદામાં અનેક સુધારા કર્યા છે : અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી:કાયદા ઘડતરની પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓની સજ્જતા સરળ અને સ્પષ્ટ કાયદા માટે આવશ્યક : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ7:12 PM IST

પાટડીના આશ્રમમાં રહેતાં ઢગાએ રાજકોટ આવી ફલેટમાં ઘુસી ૧૪ વર્ષની બાળા સાથે બિભત્‍સ ચાળા કર્યાઃ રંગેહાથ પકડાયો : ધો-૧૦ની છાત્રા ૯મુ ભણતી હતી ત્‍યારથી સ્‍નેપચેટ, ઇન્‍સ્‍ટાગ્રામથી ફસાવી'તીઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્‍યો : બાળા માતા સાથે થોડા દિવસ પહેલા પાટડીના પીપળીધામ ગઇ ત્‍યારે ત્‍યાં મુળ ગાંધીનગર માણસાનો મહાવીરસિંહ ઉર્ફ હકો વાઘેલા બાળા સાથે ઇન્‍સ્‍ટાગ્રામથી વાત કરતો હોઇ માતાને ખબર પડતાં એપ ડિલીટ કરી દિકરીને ફોન આપવાનું બંધ કર્યુ હતું: અભ્‍યાસ માટે એકાદ માસથી ફરી ફોન આપ્‍યો હતોઃ ગઇકાલે મહિલા, તેના પતિ ઘરે ન હોઇ મહાવીરસિંહ બપોરે બાળાના ઘરે પહોંચી ગયો અને નિર્લજ્જ ચાળા કર્યાઃ એ વખતે જ બાળાના મમ્‍મી આવી ગયાઃ અર્ધનગ્ન હાલતમાં બહાર બેસાડી રાખી પોલીસને જાણ કરાઇ : સોશિયલ મિડીયાનો ઉપયોગ કરતી બાળાઓ, સગીરાઓએ ચેતવા જેવો ચોંકાવનારો કિસ્‍સો : બાવીસ વર્ષના ઢગાના થેલામાંથી કોન્‍ડોમનું પેકેટ અને છરી પણ મળ્‍યા!11:57 AM IST

પ્રહલાદ પ્‍લોટના ભુપેનભાઇ આડેસરા પર આઇટીઆઇ નજીક રાતે ભેદી હુમલોઃ રાતભર લોહીલુહાણ પડી રહ્યા : સવારે કોઇ રાહદારી જોઇ જતાં ૧૦૮ બોલાવી હોસ્‍પિટલમાં ખસેડયાઃ પ્રૌઢે કહ્યું-રિક્ષામાં બેસી આજીડેમ ચોકડી તરફ લટાર મારવા ગયા હતોઃ સિગારેટ પીતી વખતે બે અજાણ્‍યા સાથે બોલાચાલી થઇ પછી આઇટીઆઇની દિવાલ નજીક લઇ જઇ છરીના ઘા ઝીંક્‍યાઃ બંને હાથના કાંડા, ગળા, પેટમાં છએક ઘાઃ હુમલાનું સાચુ કારણ શું? હુમલાખોરો કોણ? તે જાણવા થોરાળા પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો : ભૂપેનભાઇના ભાઇ-ભાભીએ કહ્યું-રાતથી અમે શોધતા હતાં, ફોન બંધ હતોઃ સવારે ૧૦૮માંથી ફોન આવતાં જાણ થઇ દોઢેક વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા બાદ હાલ એકલા રહે છે અને સોની બજારમાં કામ કરે છેઃ ગંભીર ઇજાઃ ભાનમાં આવ્‍યા બાદ વિશેષ તપાસ 2:58 PM IST

ગુજરાત તથા રાજસ્થાન તથા કર્ણાટક રાજયના અલગ અલગ જીલ્લામા બેન્ક એ.ટી.એમ. મા છેડછાડ કરી ૫૦ થી વધુ ચોરીઓને અંજામ આપનાર આંતર રાજય ગેંગ વિરૂધ્ધ’ગેંગ કેસ’’(Gang-Case) હેઠળ કાર્યવાહી કરતી જામનગર એલ.સી.બી : ૩૯ ગુન્હાનો ભેદ ઉકેલાયો : આરોપીઓ ભેગા મળી કોઇ એટીએમ ને ટાર્ગેટ કરે પછી તે એટીએમ ના કેસ ડીસ્પેન્સર પર તેના માપની તથા તેના કલરને મળતી આવતી પ્લાસ્ટીકની પટ્ટી ફેવીકવીક વડે ચોંટાડી દેતા બાદ કોઇ એટીએમ કાર્ડ ધારક એટીએમ રૂમમાં રૂપીયા ઉપાડવા કાર્ડ નાખતા રૂપીયા કેસ ડીસ્પેન્સર માંથી બહાર ન નીકળતા, એટીએમ કાર્ડ ધારક એટીએમ રૂમ માંથી બહાર નીકળી જાય પછી આરોપીઓ એટીએમ રૂમમા જઇ પોતે લગાવેલ પ્લાસ્ટીકની પટ્ટી ઉખાડી એટીએમના કેસ ડીસ્પેન્સર માં રહેલા રૂપીયા લઇ ચોરી કરી લેતા4:08 PM IST