News of Tuesday, 25th February 2025
સુરતની ટેક્સટાઈલ માર્કેટના બેઝમેન્ટમાં ભીષણ આગ ભભૂકી :ધુમાડામાં ગૂંગળાઈ જતાં એક વ્યક્તિનું મોત
ACના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું અનુમાન : ફાયર બ્રિગેડની 14થી વધુ ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.
માર્કેટનો ચાલુ સમય હોવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો માર્કેટની અંદર હતા. એકાએક આગ લાગતા લોકો પોતાનો જીવ બચાવવા બહાર ભાગ્યા હતા. જોકે, ACના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ આગની ઘટનામાં ધુમાડાથી 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
ફાયરબ્રિગેડના ઓફિસરે કહ્યું કે, આગ પર કાબુ મેળવવા માટે લગભગ 14 જેટલી અલગ અલગ ફાયર સ્ટેશનની ગાડીઓને ઘટના સ્થળે પર બોલાવવામાં આવી હતી. હાલ આગ પર કાબુ મેળવી લેવાયો છે. મહત્વપૂર્ણ છે કે, સુરતમાં છેલ્લા 24 કલાકમાં 3 આગની ઘટના સામે આવી છે.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
