News of Thursday, 27th February 2025
પોરબંદરને વધુ સારી હવાઈ સુવિધા મળશે:રન વેની લંબાઈ વધારવા માટે જમીનની માપણી કરવા સરકારે આદેશ આપ્યા
પોરબંદર એરપોર્ટના રનવે લંબાઈ 1300 મીટરથી વધારી 2600 મીટર કરવાના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના માસ્ટર પ્લાન મુજબ માપણી કરાશે

અમદાવાદ : આગામી દિવસમાં પોરબંદરને વધુ સારી હવાઈ સુવિધા મળશે. પોરબંદર રન વેની લંબાઈ વધારવા માટેની જમીનની માપણી કરવા સરકારે આદેશ આપ્યા હોવાની માહિતી ગૃહમાં અપાઇ છે
. પોરબંદર એરપોર્ટના રનવે લંબાઈ 1300 મીટરથી વધારી 2600 મીટર કરવાના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના માસ્ટર પ્લાન મુજબ માપણી કરવા સ્થાનિક તંત્રને દરખાસ્ત મોકલાઇ છે. જમીનની જરૂરી માપણી કાર્યવાહી પૂર્ણ થયા બાદ જમીન મેળવવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.
(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
