News of Thursday, 27th February 2025
કરજણના બામણ ગામ પાસે કન્ટેનરનું ટાયર બદલતી વખતે છાતીમાં દુખાવો ઉપડતા ઢળી પડતા મોત
તામિલનાડુ રાજ્યના નામતલ તાલુકાના મોહનુર ગામે રહેતા 43 વર્ષીય નાગરાજ પલ્લરનું હૃદય રોગના હુમલાના કારણે મોત નીપજ્યું

વડોદરા જિલ્લામાં વધુ એક 43 વર્ષીય ટ્રક ડ્રાઇવરનું હૃદય રોગના હુમલાના કારણે મોત નીપજ્યું છે
વડોદરા જિલ્લા આ કરજણ તાલુકાના બામણ ગામ પાસે હોરીઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ ડિમાર્ટના ગોડાઉન ઉપર માલ સામાન ખાલી કરવા માટે આવેલ તામિલનાડુ રાજ્યના નામતલ તાલુકાના મોહનુર ગામે રહેતા 43 વર્ષીય નાગરાજ પલ્લર અને ડ્રાઇવર વિવેક પલ્લર કન્ટેનર ગોડાઉનમાં જગ્યા ના હોવાથી ત્યાં જ રોકાઈ ગયા હતા.
બીજા દિવસે સવારે કન્ટેનરના પાછળના ટાયરમાં હવા ઓછી હોવાથી નાગરાજ અને વિવેક ટાયર બદલતા હતા. આ દરમિયાન નાગરાજ ને અચાનક છાતીમાં અસહ્ય દુખાવો થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી વાહનમાં પોર સરકારી હોસ્પિટલમાં ખાતે લઇ જવામાં આવ્યો હતો. જોકે નાગરાજને સારવાર મળે તે પહેલાજ તેને દમ તોડી દેતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
