News of Saturday, 1st March 2025
ગુરૂ થી શનિ ગરમીનો નવો રાઉન્ડઃ પ્રથમ વખત પારો ૪૦ને આંબશે
વેધરએનાલીસ્ટ અશોકભાઇ પટેલની તા.૧ થી ૮ માર્ચ સુધીની આગાહી : આજથી બુધવાર સુધી તાપમાન ૩૪ થી ૩૭ ડીગ્રીની રેન્જમાં રહેશેઃ તા.૮ થી તાપમાંન એકાદ ડીગ્રી વધતુ જશે, ગુજરાતમાં પ્રથમ વખત કોઇ સેન્ટરમાં તાપમાન ૪૦ ડીગ્રીએ પહોંચી શકે છેઃ સોમવાર સુધી કચ્છ અને પヘમિ સૌરાષ્ટ્રના સિમિત વિસ્તારોમાં ઝાકળની શકયતા

રાજકોટઃ ઠંડીમાં રાહત મળ્યા બાદ એકાએક ગરમીમાં ગતિ પકડી લીધી છે. હાલ છેલ્લા કેટલાક દિવસોથી દિવસનું તાપમાન નોર્મલથી ઉંચુ જ રહે છે. તાજેતરમાં જ રાજકોટ શહેરમાં તાપમાન ૩૮.૭ ડીગ્રીએ પહોચી ગયુ હતું. જે દેશભરમાં સૌથી ઉંચુ તાપમાન નોંધાયેલ. ત્યારે આગામી દિવસોમાં પણ ગરમીમાં રાહત મળવાની નથી. વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે કે આગામી સપ્તાહમાં ગુરૂથી શની ગરમીનો નવો રાઉન્ડ આવી રહયો છે. તો આ રાઉન્ડમાં પારો પ્રથમ વખત ૪૦ ડીગ્રીને પણ વટાવી જાય તેવી શકયતા છે.
તેઓએ જણાવેલ કે ગત આપેલી આગાહી મુજબ તા.રપ થી ર૮ ફેબ્રુઆરી વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસરથી નોર્થ ઇન્ડિયામાં બરફવર્ષા થઇ હતી. જયારે સૌરાષ્ટ્રના કચ્છ, ગુજરાતમાં તાપમાન ૩૬ થી ૩૮ની રેન્જમાં આવી જશે તે અનુસંધાને રાજકોટનું મહતમ તાપમાન ૩૮.૭ ડીગ્રીએ પહોંચી ગયુ હતું. જે દેશભરમાં સૌથી ઉચું તાપમાન નોંધાયું હતું.
ગઇકાલે અમદાવાદ ૩૬.૬, રાજકોટ ૩૬.૭ (બન્ને નોર્મલથી ૩ ડીગ્રી વધુ), વડોદરા, ૩પ.૮ (નોર્મલથી બે ડીગ્રી ઉંચુ) ડીસા ૩૪.૪, ભુજ ૩૩.૭ (બન્ને એક ડીગ્રી નોર્મલથી ઉંચા) નોંધાયેલ.
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તા. ૧ થી ૮ માર્ચ સુધીની આગાહી કરતા જણાવેલ કે પવનની વાત કરીએ તો તા. ૪ માર્ચ સુધી પヘમિ ઉત્તર પヘમિના ફૂકાશે. ત્યારબાદના દિવસોમાં ઉત્તરાદી પવન ફૂંકાશે. તા. ૩ થી પ માર્ચ દરમ્યાન પવનની ગતી ૧પ થી રપ કિ.મી. અને બાકીના આગાહીના દિવસોમાં પવનની ઝડપ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેશે.
હાલમાં તા. ૪ માર્ચ સવાર સુધી છુટાછવાયા વાદળોની શકયતા, ત્યારબાદ વાતાવરણ ચોખ્ખુ રહેશે.
તા. ૩ માર્ચ સુધી કચ્છ અને પヘમિ સૌરાષ્ટ્રના સિમિત વિસ્તારોમાં ઝાકળની શકયતા છે.
તાપમાનની વાત કરીએ તો દિવસનું નોર્મલ તાપમાન ૩ર.પ થી ૩૪ ડીગ્રી ગણાય.
તા.૧ થી પ માર્ચ મહતમ તાપમાન ૩૪ થી ૩૭ ડીગ્રીની રેન્જમાં રહેશે. તા.૬ થી ૮ માર્ચ મહતમ તાપમાન દરરોજ એકાદ ડીગ્રી વધશે. રેન્જ ૩૭ થી ૩૯ ડીગ્રી વચ્ચે રહેશે. અને તેવી પણ શકયતા છે કે ગુજરાતમાં કોઇ સેન્ટરમાં તાપમાન ૪૦ ડીગ્રીએ નોંધાઇ શકે છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
