તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
જૂના ડીસામાં પડતર જમીનમાં એશિયાનું પ્રથમ ડેઝર્ટ થીમ આધારિત ઝૂ બનાવાશે
જૂના ડીસામાં સર્વે નંબર 24ની 103 હેક્ટર સરકારી પડતર જમીનમાં પ્રાણી સંગ્રહાલય બનાવાશે: ડેઝર્ટ થીમ પર એશિયાનું આ પ્રથમ ઝૂ હશે

અમદાવાદ : 3 માર્ચ વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના જૂના ડીસામાં સર્વે નંબર 24ની 103 હેક્ટર સરકારી પડતર જમીનમાં પ્રાણી સંગ્રહાલય બનાવાશે. ડેઝર્ટ થીમ પર એશિયાનું આ પ્રથમ ઝૂ હશે. અંબાજીથી નડાબેટ ટુરિઝમ સર્કિટ 200 કિ.મી.માં વિકસાવાશે.
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઘટકોઈ, નગતપુર, ભુમલીયા અને ખલવાણી ગામે 485 હેક્ટરમાં ડ્રાઈવ યુ એન્કલોઝર સફારી પાર્ક વિકસાવાશે. વલસાડ, વ્યારા, જાંબુથોડા ખાતે તૃણભક્ષી પ્રાણીઓનું બ્રિડિંગ સેન્ટર બનાવાશે. કચ્છના કોટેશ્વર નજીક ઘુનાય ખાતે લેપર્ડ ઓપન એન્કલોઝર સ્થપાશે. બરડા અભયારણ્ય સિહોનું બીજું આશ્રય સ્થાન બનાવાશે.
ગુજરાતમાં વન્યપ્રાણીઓના સંરક્ષણ, સંવર્ધન માટે 4 રાષ્ટ્રીય ઉધાન, 24 અભયારણ્ય અને 1 કન્ઝર્વેશન રિઝર્વ વિસ્તાર મળી કુલ 29 રક્ષિત વિસ્તાર છે. એશિયાઈ સિંહોની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી રહી છે. વર્ષ 2020ની વસ્તી ગણતરી મુજબ 674 સિંહોનું અસ્તિત્વ છે. એશિયામાં એકમાત્ર કચ્છના નાના રણમાં જોવા મળતા ઘુડખરની વસ્તી વર્ષ 1985માં 720 હતી હાલ તેની સંખ્યા વધીને 7,972 થઈ છે.
દીપડાની વસ્તી વર્ષ 2016માં 1,395 હતી. જે વધીને વર્ષ 2023માં 2,274 દીપડાની સંખ્યા થઈ છે. વર્ષ 2018માં રીંછની વસ્તી 343 હતી. જે વર્ષ 2022માં વધીને 358 થઇ છે. હિંસક પાણીના હુમલાથી મોતના કિસ્સામાં રાજય સરકાર દ્વારા 48 કલાકમાં 10 લાખની સહાય ચૂકવાય છે. ગંભીર ઈજાના કેસમાં બે લાખ, સામાન્ય ઈજામાં 25 હજાર અપાય છે. ગાય-ભેંસના મોતના કિસ્સામાં 50 હજાર, ઉંટના કેસમાં 40 હજાર અને ઘેટાં-બકરાંના મોતના કિસ્સામાં પાંચ હજાર સહાય અપાય છે.
સાસણ સફારી ખાતે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો સિંહ દર્શન માટે આવે છે. વર્ષ 2022-23માં 21.14 લાખ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. જેના થકી 525.72 લાખની આવક થઈ હતી. વર્ષ 2023-24માં 21.19 લાખ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. જેના થકી 553.72 લાખની આવક થઈ હતી. કચ્છના રણમાં 3થી 5 લાખની સંખ્યામાં આવતા ફ્લેમિંગો ઈંડા મૂકી હજારોની સંખ્યામાં બચ્ચાઓને જન્મ આપે છે.
કચ્છના મોટા રણને ફ્લેમિંગો સિટી નામ અપાયું છે. વરુની સંખ્યા ઘટી રહી છે. જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગહાલયમાં વરુ સંવર્ધન કેન્દ્ર ખાતે છેલ્લા પાંચ વર્ષમાં 70 જેટલા બાળ વરુનો જન્મ થયો છે. તેને બનાસકાંઠાના સુઈગામના નડાબેટ પુડખર અભયારણ્યમાં છોડવામાં આવે છે. ગોધશ વન વિભાગમાં હાલોલ કેન્જમાં ધોબીકૂવા ખાતે અનામત જંગલમાં 0.75 હેક્ટરમાં કોકોડાઈલ રેસ્કયુ સેન્ટરનું નિર્માણ કરાયું છે. બન્ની ગ્રાસ લેન્ડ વિસ્તારના લુણા વિસ્તારમાં 500 હેક્ટરમાં ચિત્તા કન્ઝર્વેશન બ્રિડિંગ સેન્ટર તૈયાર કરાશે. જાંબુથોડા સફારી, રતનમહાલ સફારી, શુલપણેશ્વર સફારીનું લોકાર્પણ પણ કરાયું છે. જુનાગઢના પ્રેમપરા જંગલને અભયારણ્ય જાહેર કરાયું છે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
