News of Monday, 3rd March 2025
રાજ્યમાં ડુંગળીનો ઉંચો ભાવ ખંભાતમાં 760 રૂપિયા સુધી બોલાયો: જાણો 21 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 21 માર્કેટ યાર્ડમાં કુલ 14,561.55 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 21 માર્કેટ યાર્ડમાં કુલ 14,561.55 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ખંભાત માર્કેટ યાર્ડમા 760 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 515 રૂ. અને નીચો ભાવ 165 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય પાદરામાં 700 રૂ., અમદાવાદમાં 640 રૂ., આણંદમાં 600 રૂ., મહુવામાં 515 રુ., ગોંડલમાં 511 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 14,561.55 ટન ડુંગળીની આવક થઇ છે.


(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
