<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

ગાંધીનગરમાં નિવૃત સરકારી કર્મચારીનો વિરોધ : પડતર માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

પડતર લાભોના ચૂકવણા અંગેની માગ સ્વિકારવા મુખ્યપ્રધાન અને કૃષિ પ્રધાનને રજૂઆત

ગાંધીનગરમાં નિવૃત સરકારી કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો . જમીન વિકાસ નિગમના નિવૃત કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો . પડતર લાભોના ચૂકવણા અંગેની નિવૃત્ત કર્મચારીઓએ માગ કરી છે. ગ્રેજ્યુઈટીની મર્યાદા 10 લાખને બદલે 20 લાખ કરવા માગ કરવામાં આવી છે . હાયર પેન્શનનો લાભ આપવા કર્મચારીઓની રજૂઆત છે. પડતર માગ સ્વિકારવા મુખ્યપ્રધાન અને કૃષિ પ્રધાનને રજૂઆત કરવામાં આવી. માગ નહીં સ્વિકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

(9:33 PM IST)