<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

સીસલ્‍સમાં ગુજરાતી સાહસીકોએ બે ટાપુઓ વચ્‍ચેનું દોઢ કી.મી.નું અંતર તરીને કાપ્‍યું

સતત આઠમાં વર્ષે આયોજનઃ ૯ થી લઇને ૮૦ વર્ષના લોકોએ ભાગ લીધો

રાજકોટ તા.૪: સીસલ્‍સ ટાપુ ઉપર વર્ષ ૨૦૧૫થી શરૂ કરાયેલ એક ટાપુથી બીજા ટાપુ પર તરીને જવાના સાહસીક પ્રયોગને કોરોનાકાળને બાદ કરતાં સતત આઠમા વર્ષે ગુજરાતીઓએ જાળવી રાખ્‍યો હતો.

મુળ માધાપર- કચ્‍છ અને હાલમાં સીસલ્‍સમાં વ્‍યવસાય અર્થે વસવાટ કરતા ગોવિંદ વાગડીયાએ ઉમેર્યુ હતું કે ઇડન આઇલેન્‍ડ અને વિજય કન્‍ટ્રકશનના સંયુકત ઉપક્રમે તા.ર માર્ચના દિવસે યોજાયેલ. આ તરણ કવાયતમાં નવ વર્ષના વિરાટ હીરાણીથી માંડીને ૮૦ વર્ષના વિશ્રામ જાદવા વરસાણી સહિતના કુલ ૫૮ સાહસીકોએ ભાગ લીધો હતો.

આ તરણ કવાયત ઇડન આઇલેન્‍ડથી સર્ફ આઇલેન્‍ડ વચ્‍ચે યોજાઇ હતી. જેનું અંતર આશરે દોઢ કી.મી. છે. કોઇપણ આકસ્‍મીક પરિસ્‍થિતીને પહોંચી વળવા માટે છ બોટના પેટ્રોલીંગની વ્‍યવસ્‍થા રાખવામાં આવી હતી.

(3:24 PM IST)