<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

જામનગરના એડવોકેટ કિરિટભાઇ જોષી ખૂન કેસના એક સાહેદને રૂપીયા ૩,૦૦,૦૦૦ ના દંડની કાર્યવાહી કરતી ગુજરાત હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટમાં ૬ વર્ષ ના લાંબા સમયગાળા બાદ અરજી કરી જણાાવેલ કે, તેઓએ તપાનીસ અધિકારી સમક્ષ કોઇ નિવેદન લખાવેલ નથી,

અમદાવાદ :સને-૨૦૧૮ ના વર્ષમાં જામનગર ટાઉન હોલ પાસે એડવોકેટ કિરીટભાઈ જોષીનુ અજાણ્યા શખ્શોએ છરીના આડેધડ ઘા મારી ગંભીર ઇજા કરી ખૂન નિપજાવેલ જે કેસમાં એડવોકેટ અશોકભાઇ જોષીનાઓએ આરોપી જયસુખ મુળજીભાઇ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલ (રહે.જામનગર )તેમજ અજાણ્યા શખ્શો વિરુધ્ધ ફરીયાદ નોંધાવેલ.

  પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ અશોકકુમાર (IPS) નાઓ તથા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) નાઓના માર્ગદર્શન હેઠળ સદરહુ ગુનાના તપાનીસ અધિકારી આર.બી.દેવધા નાયબ પોલીસ અધિક્ષક જામ ગ્રામ્ય વિભાગનાઓ ચલાવી રહેલ છે.તેમજ જામનગર એલ.સી.બી પોલીસ ઇન્સ વી.એમ લગારીયાનાઓ તપાસનીસ અધિકારીની સાથે તપાસ ટીમમાં મદદમાં રહેલ.
  જામનગરમાં એડવોકેટ ખૂન કેસમાં તપાનીસ અધિકારીએ સાહેદ સાવીઓ ઉર્ફે સાગર બાલા જગન્નાથ પંચાલ (રહે. મુંબઇ વાળા) નું નિવેદનો લઇ ચાર્જશીટમાં સાહેદ તરીકે દર્શાવેલ હતા.આ સાહેદએ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ૬ વર્ષ ના લાંબા સમયગાળા બાદ અરજી કરી જણાાવેલ કે, તેઓએ તપાનીસ અધિકારી સમક્ષ કોઇ નિવેદન લખાવેલ નથી, તેઓના નામ સાહેદમાથી નિવેદન દુર કરવાની અરજી દાખલ કરવામાં આવેલ,જે સાહેદોની અરજી અનુસંધાને નામદાર ગુજરાત હાઇકોર્ટએ ટીપ્પણી કરી જણાવેલ કે, સાહેદોએ ટ્રાયલ કોર્ટનો સંપક કરવો જોઈતો હતો અને આવી વ્યર્થ અરજી દાખલ કરેલ હોય. તેમજ સાહેદોને કેવી રીતે ખબર પડેલ કે તેઓની નિવેદન ચાર્જશીટમાં સાહેદ તરીકે દર્શાવેલ છે. તેમ જણાવી સાહેદ સાવીઓ ઉર્ફે સાગર s/0 બાલા જગન્નાથ પંચાલ ને રૂપીયા ૩,૦૦,૦૦૦-નો દંડનો ભરવા અંગે નામદાર ગુજરાત હાઇકોર્ટ તરફથી હુકમ કરવામાં આવેલ.
  આ કેસમા અગાઉ નામદાર ગુજરાત હાઇકોર્ટ તરફથી સાહેદ (૧) કમલેશ ગોવિદભાઈ પટેલ (૨) દિનેશભાઇ જેન્તીભાઈ સોઢા (૩) સતીષભાઇ નંદકિશોર શાહ (રહે-અમદાવાદ) તથા આ કેસમા આરોપીઓ. (૧) સાયમન લુઇસ દેવીનાદન (મહારાષ્ટ) (૨) અજયપાલસિંહ ઉર્ફે બોબી ઉમેદસિંહ પવાર( રહે અમદાવાદ ) જે પાંચેય ને ૧-૧ લાખ રૂપીયા નો દંડનો ભરવા અંગે નામદાર ગુજરાત હાઇકોર્ટ તરફથી હુકમ કરવામાં આવેલ

(9:38 PM IST)