News of Tuesday, 4th March 2025
એકતાનગરમાં રહેતા અને પ્રસંગમાં ગયેલા પરિવારના ઘરમાંથી રૂ.૨૧.૪૪ લાખની ચોરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એકતાનગરમાં રહેતા એક પરિવારના ઘરમાંથી લાખોની ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે
મળતી વિગતો અનુસાર ફાલ્ગુનીબેન કચરાભાઇ ઉર્ફે કંચનભાઇ ભાણાભાઇ તડવી (રહે. નવી બીલ્ડીંગ એફ બ્લોક રૂમ નંબર ૧૦૨ એકતાનગર) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ તથા પરિવારજનો પોતાના રૂમમા તાળુ મારી પોતાના વતનમાં એક પ્રસંગ માં ગયેલ તે દરમ્યાન કોઇ અજાણ્યા ચોર તેમના રૂમના દરવાજાનુ તાળુ તોડી રૂમમા પ્રવેશ કરી તીજોરીના તાળા તોડી તીજોરીમાં મુકેલ સોના ચાંદીની જણસોની કુલ રૂ.૧૬,૪૫,૦૦૦/- તથા રોકડા રૂ.૪,૯૯,૦૦૦/- મળી કુલ કી.રૂ.૨૧,૪૪,૦૦૦/ ના મત્તાની ચોરી કરી લઇ જતા એકતાનગર પોલીસે ગુનો નોંધી અજાણ્યા ચોરને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
