<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

ધર્મના નામે રાજનીતિ કરતી અને વોટ લેતી ભાજપ સરકારનો અસલી ચહેરો હવે બધાની સામે આવી ગયોઃ ઈશુદાન ગઢવી

ભાજપ સરકાર દ્વારા અનેક ધાર્મિક સ્થળો પાડવા નોટિસો આપી અને ઘણી જગ્યાએ તેની શરૃઆત પણ થઈ ચૂકીઃ આ ફેસલો મોટા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા.૫ : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું છે કે ધર્મના નામે રાજનીતિ કરતી અને વોટ લેતી ભાજપ સરકારનો અસલી ચહેરો હવે બધાની સામે આવી ગયો છે. ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા અનેક ધાર્મિક સ્થળો પાડવાના નોટિસ આપવામાં આવ્યા છે અને ઘણી જગ્યાએ તેની શરૃઆત પણ થઈ ચૂકી છે. આ ફેસલો મોટા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે કરવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે.

ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું છે કે હું જનતાને અપીલ કરું છું કે તમારા આસપાસના વિસ્તારમાં પણ ક્યાંય આવું થતું હોય તો તમારા વિસ્તારના ભાજપના હોદ્દેદારો, નેતાઓ, ધારાસભ્યો કે સાંસદ સભ્યો બધાને આ વિશે રજૂઆત કરો અને આનો વિરોધ કરો.

હું આ બાબતે આપ સૌની સાથે છું અને જ્યાં પણ જરૃર પડશે ત્યાં સરકાર સામે મજબૂતીથી લડવા માટે પણ તૈયાર છું. તેમ અંતમા ઈશુદાન ગઢવીએ જણાવ્યું છે.

(4:47 PM IST)