News of Wednesday, 5th March 2025
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગાંધીનગરની મહિલાના 2.50 લાખના દાગીના લૂંટી રીક્ષા ચાલક છૂમંતર....

અમદાવાદ: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં શટલ રિક્ષા ચાલકો દ્વારા બહાર ગામથી આવેલા પેસેન્જરોને બેસાડીને કિંમતી માલ સામાનની ચોરી કરવાના બનાવો વધી રહ્યા છે. પાંચ દિવસ પહેલા ગાંધીનગરના વૃદ્ધા લગ્ન પ્રસંગે અમદાવાદ આવ્યા હતા અને સીટીએમથી રિક્ષામાં બેસીને નરોડા તરફ જતા હતા ત્યારે રસ્તામાં ધક્કા મૂકીને કરીને રિક્ષામાં બેઠેલા બે શખ્સોએ મહિલાના થેલાંથી રૃા. ૨.૫૦ લાખની દાગીના કાઢી લીધા હતા. આ બનાવ અગે રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરમાં રહેતા વૃદ્ધાએ રામોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા રિક્ષા ચાલક સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૭ ફ્રેબ્રુઆરીએ તેઓ તેમના સગના ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી અમરાઇવાડી આવ્યા હતા. પ્રસંગ પૂર્ણ કરીને તેઓ સીટીએમ પુ૨ત્રીના ઘરે ગયા હતા. ત્યાંથી બીજા દિવસે ઘરે જવા તેઓ સીટીએમ ચાર રસ્તા પાસેથી એક રિક્ષામાં બેસીને નરોડા જવા નીકળ્યા હતા. ત્યારે તેમનો સામાન ભરેલ થેલો પગ પાસે મૂક્યો હતો જ્યાં રિક્ષામાં અગાઉથી બે પેસેન્જર બેઠા હતા તેઓએ ધક્કા મૂકી કરીને થેલામાંથી રૃા. ૨.૫૦ લાખના દાગીના કાઢી લીધા હતા બાદ ઓઢવ રાજેન્દ્ર પાર્ક આવતા રિક્ષા ચાલકે રિક્ષા ઉભી રાખીને તમે અહિંયા ઉતરો હું બીજા પેસેન્જર લઇને આવું કહીને ઉતારીને જતો રહ્યો હતો. જેથી વૃદ્ધાને શંકા જતા તેમને થેલો તપાસતા રૃપિયા અઢી લાખના સોના-ચાંદીના દાગીના ભરેલું પર્સ થેલામાંથી ગાયબ હતુે. રામોલ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
