<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

ચીકાલી ફાટક પાસે અગાઉના ઝઘડાની રીસ રાખી ગુનાહીત ધમકી આપનાર બે વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની ચીકાલી ફાટક પાસે અગાઉના ઝઘડાની રીસ રાખી ધમકી આપનાર બે શખ્શો સામે ગુનો દાખલ થયો છે

   પ્રાપ્ત વિગતો અનુસાર પ્રવીણભાઈ રવીનભાઈ ગોસાઈ (રહે. કુઇદા તા.સાગબારા )નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેઓ પોતાની છકડો રીક્ષા લઇને ચીકાલી પેટ્રોલ પંપ ઉપર ડીઝલ ભરાવવા જતા હતા તે વખતે પેટ્રોલ પંપ તરફથી મોટર સાયકલ ઉપર આવતા દિપકભાઇ સંતોષભાઈ ગામીત નાઓ તેમને જોઇને ગમે તેમ ગાળો બોલતા પ્રવીણભાઈ એ છકડો રીક્ષા ઉભી રાખી તેને જણાવ્યું કે કેમ ગાળો બોલે છે તેવુ પુછતા તેઓ આવેશમાં આવી જઇ પ્રવીણભાઈ ની ફેટ પકડી ઝપાઝપી કરી ઢીકા પાટુનો માર મારી કહ્યું કે આજથી છ સાત મહીના પહેલા મારો રીતીકભાઈ સુરેશભાઈ ગોસાઈ નાઓ સાથે ઝગડો થયેલ તેમા કેમ વચ્ચે છોડાવવા પડેલ તેમ કહી નજીકમાં પડેલ લાકડાનું ફાયરૂ હાથમાં લઈ પ્રવીણભાઈ ને માથામા પાછળના ભાગે જમણા કાનની ઉપરના ભાગે મારી દેતા ચામડી ફાટી લોહી નીકળી ઇજા કરી ત્યારબાદ સંતોષભાઇ સરદારભાઈ ગામીતનાઓ પાછળથી આવી ગાળો બોલી બન્ને આરોપીઓએ પ્રવીણભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામા એક બીજાની મદદગારી કરતા સાગબારા પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:13 PM IST)