News of Thursday, 6th March 2025
સસ્તામાં સોનાના બિસ્કિટ લેવા જતાં વાઘોડિયાના ખેડૂતે રૂ. 1 લાખ ગુમાવ્યા
સોનાના બિસ્કિટના બદલે પિત્તળના ટુક્ડા આપી ઠગાઈ કરતા ખેડૂતે રાજસ્થાનના બે ઠગો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

વડોદરાના વાઘોડિયા તાલુકાના એક ખેડૂતને રાજસ્થાનના બે ગઠિયાઓએ જેસીબીનું કામ કરતા સમયે સોના અને ચાંદીના બિસ્કિટ મળી આવ્યા હોય સસ્તા ભાવમાં વેચવાની લાલચ આપી તેની પાસેથી એક લાખમાં પડાવી લઇ સોનાના બિસ્કિટના બદલે પિત્તળના ટુક્ડા આપી ઠગાઈ કરતા ખેડૂતે રાજસ્થાનના બે ઠગો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ વાઘોડિયા તાલુકાના વ્યારા ગામે ઊંડા ફળિયામાં રહેતા 65 વર્ષીય ખેડૂત હરીશ રામદાસ પટેલની જમીનમાં એક વર્ષ પહેલા પાઈપલાઇન નાખવાની કામગીરી કરવા ખોદકામ કરવાનું હોય રાજસ્થાનના રાજુ આમલભાઈ શર્મા જેસીબી મશીન લઈને આવ્યા હોય તેમની સાથે ઓળખાણ થઈ હતી.
રાજસ્થાનના રાજુ આમલભાઈ શર્માએ પાંચ મહિના પછી ખેડૂત હરીશ ભાઈ ને ફોન કરી જણાવ્યુ હતું કે, કચ્છ ભુજમાં દૂરના સગા રાહુલ રામ કિશન શર્મા ત્યાં જેસીબીનું કામ ચાલતું હતું. આ દરમિયાન સોના અને ચાંદીના બિસ્કિટ મળી આવ્યા છે. હાલ દીકરીનો લગ્ન પ્રસંગ લીધો હોય આ સોના અને ચાંદીના બિસ્કિટ સસ્તા ભાવે વેચી દેવા છે
રાજસ્થાનના રાજુ શર્માની વાતોમાં આવી લાલચમાં આવેલ ખેડૂત હરીશ પટેલે સોના અને ચાંદીના બિસ્કિટ સસ્તામાં ખરીદવાની તૈયારી બતાવતા રાજુ શર્મા અને રાહુલ શર્માએ ખેડૂત હરીશને વાઘોડિયા જીઆઇડીસી ખાતે આવેલ શંકર ચોક્ડી પર બોલાવ્યા હતા. જ્યાં બંને ઠગોએ હરીશ ભાઈને સોનાના ધાતુનો એક અસલી ટૂક્ડા આપી વિશ્વાસમાં કેળવી પિત્તળના બિસ્કિટના બે ટૂકડા અસલી હોવાનું જણાવી હરીશભાઈ પાસે થી 1 લાખ રોકડા લઇ ફરાર થઇ ગયા હતા. જોકે પાછળ થી આ સોના ચાંદીના બિસ્કિટ પિત્તળના હોવાનું જણાઈ આવતા છેતરાયેલ હરીશ ભાઈએ બને ઠગો વિરુદ્ધ વાઘોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બને ઠગોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
