News of Thursday, 6th March 2025
બજેટ સત્ર દરમિયાન કેગનો રીપોર્ટ સમયસર રજુ કરો : શિવલાલ બારસીયા

રાજકોટ તા. ૬ : આમ આદમી પાર્ટીના ટ્રેડી વીંગ અધ્યક્ષ શિવલાલ બારસીયાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીને પત્ર લખી વિધાનસભા બજેટ સત્ર દરમિાયન કેગ (સી.એ.જી.) રીપોર્ટ સમયસર રજુ કરવા રજુઆત કરી છે.
તેઓએ જણાવ્યુ છે કે રાજયનો દરેક નાગરીક ટેકસ ભરપાઇ કરે છે અને આ ટેકસમાંથી વિવિધ વિકાસ કામો થતા હોય છે. આ ટેકસના પૈસા કયાં વપરાયા તેનું ઓડીટ ભારતીય બંધારણ દ્વારા નિયુકત થયેલ કેગ (સી.એ.જી.) દ્વારા થતુ હોય છે. તેનો વાર્ષિક અહેવાલ વર્ષો વર્ષ સરકારના વિધાનસભાના પટલ ઉપર મુકી ધ્યાને લેવામાં આવે છે. પરંતુ છેલ્લા વીસેક વર્ષથી હાલત એવી થઇ છે કે સત્રના છેલ્લા દિવસે છેલ્લી ૧૦ મીનીટ પહેલા જ આ રીપોર્ટ વિધાનસભાના પટલ પર મુકવામાં આવે છે. જેના કારણે ચર્ચાનો કોઇ સમય અવકાશ રહેતો નથી.
જેથી બજેટ સત્ર પૂર્ણ થાય તેના છેલ્લા દિવસે નહીં પણ ૧૦ દિવસ અગાઉ કેટ (સી.એ.જી.) રીપોર્ટ વિધાનસભાના પટલ ઉપર મુકવામાં આવે તેવી માંગણી શિવલાલ બારસીયા (મો.૯૮૨૪૪ ૦૯૧૦૦)એ રજુઆતના અંતમાં ઉઠાવી છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
