<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે યુવા નેતા નીલ રાવ જાહેર થતા મુખ્ય માર્ગો પર વરઘોડો કાઢ્યો

નીલ રાવ સાથે તેમના સમર્થકોએ ફટાકડા ફોડી વરઘોડો કાઢી ખુશી વ્યક્ત કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં 24 ઉમેદવારો ની હરીફાઈ વચ્ચે કોણ પ્રમુખ બનશે જેની સૌ કાર્યકરોમાં ઉત્સુકતા હતી ત્યારે ભાજપ કાર્યાલય કમલમ નર્મદા ખાતે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે સંકલન બેઠક મળી હતી. પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બેઠક થઈ અને ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં બેઠકમાં નવા પ્રમુખની જાહેરાત થઈ જેમાં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે બેઠકમાં નીલ રાવની જાહેરાત કરવામાં આવી હતી

   નર્મદા ભાજપને યુવા પ્રમુખ મળ્યા, નીલ રાવ જિલ્લા મહામંત્રી હતા. જેમને જિલ્લા ભાજપ પ્રમુખ પદ મળ્યું એટલે સૌને સાથે રાખીને જિલ્લામાં સંગઠન મજબૂત કરવા અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભાજપ બધી સીટો જીતશે એવા વિશ્વાસ સાથે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ ગ્રહણ કર્યું હતું. ભાજપે યુવા નેતા તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ યુવા નીલ રાવની પસંદગી કરી છે. જોકે નીલ રાવના નામની જાહેરાત થયા બાદ તેમના સમર્થકો અને બીજેપી આગેવાનો સાથે શહેરના મુખ્ય માર્ગ ઉપર ફટાકડા ફોડી વરઘોડો કાઢ્યો હતો જેમાં રાજપીપળા નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ કુલદીપસિંહ ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ નિલકુમાર રાવને ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા

(10:39 PM IST)