News of Saturday, 8th March 2025
વડોદરામાં શાકભાજી લેવા ગયેલી બે મહિલાઓ લૂંટાઈ: ગઠિયા બે મહિલાઓની સોનાની ચેન અને બુટ્ટી લૂંટી ફરાર
અનાજ અને કપડાં મફતમાં આપવાના બહાને સોનાની ચેન અને બુટ્ટી કઢાવી થેલીમાં મુકાવી હતી અને ઠગોએ નજર ચૂકવી થેલી માંથી સોનાની વસ્તુઓ પડાવી ફરાર થઇ ગયા

વડોદરાના કિશનવાડીમાં ગધેડા માર્કેટ શાકભાજી લેવા જતી બે મહિલા લૂંટાઈ હતી. જેમાં શહેરના વારસિયા રીંગ રોડ પર નજર ચૂકવી ગઠિયા બે મહિલાઓની સોનાની ચેન અને બુટ્ટી લૂંટી ફરાર થઈ ગયા હતા. અનાજ અને કપડાં મફતમાં આપવાના બહાને સોનાની ચેન અને બુટ્ટી કઢાવી થેલીમાં મુકાવી હતી અને ઠગોએ નજર ચૂકવી થેલી માંથી સોનાની વસ્તુઓ પડાવી ફરાર થઇ ગયા હતા. જે સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ હતી.
સંસ્કારી નગરી વડોદરા જાણે ગુનાખોરીની નગરી બની હોય તેમ લાગી રહ્યું છે. દિવસેને દિવસે ગુનેગારો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. શહેરના કિશનવાડીમાં ગધેડા માર્કેટ શાકભાજી લેવા જતી એક નહીં બે મહિલા લૂંટાઈ હતી. શહેરના વારસિયા રીંગ રોડ પર નજર ચૂકવી ગઠિયાઓ બે મહિલાઓની સોનાની ચેન અને બુટ્ટી લૂંટી ફરાર થઈ ગયા હતા. અનાજ અને કપડાં મફતમાં આપવાના બહાને સોનાની ચેન અને બુટ્ટી કઢાવી થેલીમાં મુકાવી હતી.
આ દરમિયાન ઠગોએ નજર ચૂકવી થેલી માંથી સોનાની વસ્તુઓ પડાવી ફરાર થઇ ગયા હતા. જે સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ હતી. આ ઘટનાના પગલે પોલીસ દોડતી થઈ હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથધરી હતી.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
