News of Saturday, 8th March 2025
ગુજરાતમાં આજે પાંચ લોકોએ આપઘાત કર્યો
બનાસકાંઠામાં મહિલાએ અને જૂનાગઢમાં બેંક મેનેજરે જીવન ટૂંકાવ્યું : સુરતના અમરોલી વિસ્તારમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી

અમદાવાદઃ આજે રાજ્યમાં 5 લોકોએ આપઘાત કર્યો હતો. જેમાં સુરતના અમરોલી વિસ્તારમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી હતી. ત્યારે વધુ બે ઘટનાઓ સર્જાઇ છે. જેમાં બનાસકાંઠામાં અને જૂનાગઢમાં આપઘાતની ઘટી હતી.
બનાસકાંઠાના નવા ભાભરમાં પરણિત મહિલાનું મોત થયું હતું. જેમાં 2 વર્ષ અગાઉ રાઠોડ સચિન સાથે મહિલાના લગ્ન થયા હતા. ત્યારે લગ્ન જીવન દરમિયાન મહિલાને 3 માસનો પુત્ર છે. ત્યારે દહેજની માંગણી કરતા મહિલાએ આત્મહત્યા કર્યો હોવાનો મહિલાના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. જેમાં મહિલા 7 દિવસ અગાઉ પીઅરથી સાસરીમાં ગયા હતા. ત્યારે મૃતક સંતોકબાનો મૃતદેહને પીએમ અર્થે શિહોરીમાં લાવવામાં આવ્યો હતો. જોકે સમગ્ર મામાલે મહિલાની આત્મહત્યા છે કે હત્યા તે રહસ્ય હજુ અકબંધ છે. જેને લઇ ભાભર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
જૂનાગઢમાં ખેતી બેંકના મેનેજરે આપઘાત કર્યો હતો. જેમાં પુત્ર વિયોગમાં આપઘાત કર્યો હોવાનું અનુમાન પરિવારજનો લગાવી રહ્યા છે. ત્યારે મેનેજર કાનજીભાઈ ડોડીયાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. 1 વર્ષ પહેલા જ પુત્રનું મૃત્યુ નિપજ્યું હતું. ધોરણ 10માં અભ્યાસ કરતા પુત્રનું મૃત્યું થતા તેઓ વિયોગમાં હોઇ બેંકમાં જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.
સુરતના અમરોલી વિસ્તારમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં અમરોલી રોડ પર એન્ટેલિયા ફ્લેટમાં આ ઘટના બની છે. ત્યારે આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ 50 વર્ષીય માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ દવા પીને આપઘાત કર્યો હતો. ત્યારે સમગ્ર ઘટનાને લઇ અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ઘરમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં પુત્ર બેક લોનનું કામ કરતો હતો અને દેવું થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત લેણદારો હેરાન કરતા હતા જેથી આપધાત કર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
