<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

કચ્છ અને રાજકોટમાં હીટવેવનું એલર્ટ :દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી

આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની શકયતા

અમદાવાદ :ગુજરાતમાં હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. જો કે, હાલમાં પણ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. બપોરના સમયે લોકો ગરમી અનુભવી રહ્યા છે, ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવ તેમજ દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે 8 માર્ચના રોજ કચ્છ અને રાજકોટમાં હીટવેવ એલર્ટ જ્યારે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

9 માર્ચના રોજ કચ્છ અને રાજકોટમાં હીટવેવ એલર્ટ જ્યારે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

10 માર્ચના રોજ કચ્છ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બનાસકાંઠામાં હીટવેવ એલર્ટ જ્યારે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

11 માર્ચના રોજ કચ્છ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બનાસકાંઠામાં હીટવેવ એલર્ટ જ્યારે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

12 માર્ચના રોજ કચ્છ, રાજકોટ અને બનાસકાંઠામાં હીટવેવ એલર્ટ જ્યારે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

 

(6:25 PM IST)