<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

મહિલા દિન ઉજવણી : નર્મદા પોલીસમાં મહિલા અધિકારી, કર્મચારીઓને મીઠાઈ સાથે શુભકામના અપાઈ

(ભરત શાહ દ્વારા ) નર્મદા: આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે નર્મદા પોલીસ અધિક્ષકની કચેરી અને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે તમામ મહિલા અધિકારી, કર્મચારીઓ, મહિલા GRD, મહિલા TRBના સભ્યોને મીઠાઈ બોક્સ આપી ગુજરાત પોલીસમાં પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક બજાવી  સમાજ માટે સેવા આપનાર નારી શક્તિને વંદન સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હાર્દિક શુભેચ્છાઓ આપી ઉજવણી કરવામાં આવી.


 

(10:33 PM IST)