<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

રાજપીપળા બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ

( ભરત શાહ દ્વારા ) બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની સ્નાતક કક્ષાની કોલેજો સ્કૂલ ઓફ આર્ટ્સ, સ્કૂલ ઓફ કોમર્સ અને સ્કૂલ ઓફ સાયન્સના રાષ્ટ્રીય સેવા યોજના યુનિટનાં સંયુક્ત ઉપક્રમે ૮મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામા આવી. જેમાં ત્રણેય વિદ્યાશાખાનાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કુલપતિના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નાંદોદ તાલુકાના પૂર્વ નગરપાલિકા પ્રમુખ ભારતીબેન તડવી, પી. બી. ગોજીયા(PSI, રાજપીપલા), પૂજાસિંગ ગોહિલ (ASI Cyber Crime, રાજપીપલા), ડૉ. પ્રિતીબેન વસાવા(ગાયનેકોલોજિસ્ટ), તથા બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના NSS પ્રોગ્રામ કૉર્ડીનેટર અને સ્કૂલ ઓફ આર્ટ્સના આચાર્ય ડૉ. અમીતકુમાર બી. ધોળકિયા, સ્કૂલ ઓફ કોમર્સના આચાર્ય ડૉ. મહેશકુમાર બારડ તથા સ્કૂલ ઓફ સાયન્સના આચાર્ય ડૉ.દિગ્વિજયસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું ઉદ્દઘાટન બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મધુકર પાડવી તથા મુખ્ય મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં રાષ્ટ્રીય સેવા યોજના (NSS) પ્રોગ્રામ ઓફિસર મિનલ વસાવા દ્વારા મહેમાનોનું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત, અભિવાદન કરવામાં આવ્યું હતુ.
આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે પધારેલ મહેમાનોએ મહિલાઓ વિશે પોતાના વિચારો રજુ કર્યા હતા. જેમાં ભારતીબેન તડવી પોતાના પ્રેરણાદાયક વક્તવ્યમાં મહિલાઓની સામાજિક આર્થિક અને રાજકીય ભાગીદારી તેમજ મહિલા સશક્તિકરણની હિમાયત કરી વિકસિત ભારત ૨૦૪૭ સપનાને સાકાર કરવા મહિલાઓને સક્રિય ભાગીદારી આપવા આહવાન કર્યું હતુ. અને પી. બી. ગોજીયા દ્વારા મહિલાઓને સશક્ત બનવાની અને ઊંચ શ્રેત્ર હાંસલ કરવા પ્રેરણા આપી અને પૂજાસિંગ ગોહિલ દ્વારા Cyber Crime અંગેની જાગૃતિ તથા દેશને આગળ વધાવવા મહિલાઓનું યોગદાન અંગે પોતાની વાત રજુ કરી હતી, ડૉ. પ્રિતીબેન વસાવા(ગાયનેકોલોજિસ્ટ) દ્વારા મહિલા હેલ્થ વિશે વાત કરવામાં આવી તથા અને માનનીય કુલપતિ એ પણ પોતાના અત્યંત સંવેદનશીલ વક્તવ્યમાં પુરુષો દ્વારા મહિલાઓને સદા સમ્માન અને સહકાર આપી દેશના દરેક ક્ષેત્રમાં સફળ થવા પ્રેરણા આપી હતી. જેનાથી સ્કૂલ ઓફ આર્ટ્સ અને સ્કૂલ ઓફ કોમર્સ તથા સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થીનીઓને મહિલા સશક્તિકરણ અને મહિલા જાગૃતિ વિશે માહિતી મળી.
૮મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું. જેમાં સ્કૂલ ઓફ આર્ટ્સ અને સ્કૂલ ઓફ કોમર્સ તથા સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થીનીએ પોતાનામાં રહેલી વિવિધ કાળાનું નિરૂપણ કરાવ્યું. જેમાં ડાન્સ, ગીત, એક પાત્રીય અભિનય, મહિલા દિવસ વિશે વક્તવ્ય, તથા ટીમલી ડાન્સ જેવી કૃતિ રજુ કરી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
આ સમગ્ર કાર્યક્રમમાં ત્રણેય વિદ્યાશાખાનાં શૈક્ષણિક તેમજ બિન-શૈક્ષણિક સ્ટાફે પોતાનું યથાશક્તિ યોગદાન અને હાજરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. મિનલબેન વસાવા દ્વારા કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. વિજયસિંહ વાળા, એકેડેમિક કોઓર્ડીનેટર રજનીકાંત પંડ્યા અને સેક્શન ઓફિસર શિતલબેન પરમાર NSS પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ડૉ. અમિતકુમાર બી. ધોળકિયાએ માર્ગદર્શન પૂરું પાડ્યું

(10:37 PM IST)