News of Monday, 10th March 2025
ઘોર કળિયુગ : ૩ બાળકોને છોડી ગુજરાતની મહિલા આગરામાં પ્રેમી સાથે ભાગી ગઈ : બાળકો શોધતા શોધતા ત્યાં પહોંચ્યા
મહિલાએ પોતાના બાળકોને ઓળખવાની ના પાડી દીધી : જે બાદ બાળકો નિરાશ થઈને પાછા ગયા

આગરા, તા.૧૦: ઉત્તર પ્રદેશના આગરામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક મહિલા ૧૦૦૦ કિમી દૂર ગુજરાતથી ફરવા ગઈ હતી. તેની પાછળ પાછળ દીકરી પણ પહોંચી ગઈ. તેણે પોતાની મમ્મીને શોધવા માટે પોલીસની મદદ લીધી. તો પોલીસે મહિલાને શોધી કાઢી અને પોલીસ ચોકીએ લઈ આવ્યા. જ્યારે તેણે પોતાની દીકરીને જોઈ તો તેને ઓળખવાની ના પાડી દીધી. આ બધું જો મહિલાની દીકરી ચોંકી ગઈ. એટલું જ નહીં અસલી કારણ જાણીને અધિકારીઓના પણ પરસેવા છુટી ગયા. હવે મહિલાની દીકરી પોલીસ પાસે મદદ માગી રહી છે, પણ અત્યાર સુધી કોઈ મદદ મળી નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો સૂરતમાંથી ગુમ થયેલી ત્રણ બાળકોની માતા આગરામાં પોતાના પ્રેમીના ઘરેથી મળી આવી. જ્યારે આ જાણકારી મહિલાના બાળકોને થઈ તો તેઓ આગરા પહોંચી ગયા અને પોતાની માને પાછી લાવવા માટે જીદ કરવા લાગ્યા. પણ મહિલાએ પોતાના બાળકોને ઓળખવાની ના પાડી દીધી. જે બાદ બાળકો નિરાશ થઈને પાછા સૂરત આવી ગયા. હવે મહિલાએ દીકરીએ આગરાના અછનેરા પોલીસ સ્ટેશનમાં જઈને મદદ માગી છે. દીકરીનું કહેવું છે કે, તેની માતાની ઉંમર ૪૭ વર્ષ છે, જ્યારે તે કોઈ ૨૪ વર્ષના યુવક સાથે રહેવા આવી ગઈ છે. તે ઘરેથી બધા ઘરેણાં લઈને આવી છે અને પપ્પાને છૂટાછેડા પણ નથી આપ્યા અને પ્રેમી સાથે રહેવા આવી ગઈ.
સૂરતની રહેવાસી મહિલાને સોશિયલ મીડિયા પર દોસ્તી થતાં અછનેરાના રહેવાસી એક યુવક સાથે રહેવા જતી રહી. બંને વચ્ચે લફરું ચાલતું હતું. જે બાદ મહિલા સૂરતથી આગરા પોતાના પ્રેમીના ઘરે રહેવા જતી રહી. મહિલા ગુમ થતાં પરિવારે સૂરતમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી. તપાસ કરતા મહિલાના બાળકો આગરા પહોંચ્યા અને પોલીસ પાસે જઈને માને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. પોલીસે મહિલા અને તેના પ્રેમીને પોલીસ સ્ટેશને બોલાવ્યા અને બાળકો સાથે માતાનું મિલન કરાવ્યું. તો માએ પોતાના બાળકોને ઓળખવાની ના પાડી દીધી.
પતિના નિધન બાદ જાતે ટ્રેક્ટર ચલાવીને ૫૦ વીઘાની ખેતી સંભાળે છે ગુજરાતની આ મહિલા
જે બાદ બાળકો નિરાશ થઈને સૂરત પાછા આવી ગયા. જો કે આ મામલામાં પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, મહિલા અને તેનો પ્રેમી બંને પુખ્તવયના છે, મહિલા રાજીખુશીથી પ્રેમી સાથે રહેવા આવી છે. તપાસ ચાલી રહી છે. ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
પરિવારના લોકોનો આરોપ છે કે, મહિલા પોતાની સાથે કિંમતી ઘરેણાં લઈને આવી છે. સાથે જ પિતાને છૂટાછેડા આપ્યા વિના પ્રેમી સાથે રહેવા આવી રહી છે. ત્યારે આવા સમયે પરિવાર અને બાળકો મદદ માટે પોલીસને આજીજી કરી રહયા છે.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
