<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

વડોદરાના માંડવી રોડ પર ટીમ ઈન્ડિયાના જીતના જશ્નમાં કેટલાક યુવકો વચ્ચે મારામારી : નાસભાગ

જીતના જશ્નની ઉજવણીમાં ધક્કા મુક્કી થતા કેટલાક યુવકો અંદરો અંદર બાખડ્યા અને છૂટા હાથની મારામારી થઈ :પોલીસ તાત્કાલિક પહોંચી અને યુવાનોને ભગાડ્યા મામલો થાળે પાડ્યો

વડોદરા :ચેમ્પિયન ટ્રોફીમાં ભારતના જીતના જશ્નની ઉજવણીમાં ધક્કા મુક્કી થતા કેટલાક યુવકો અંદરો અંદર બાખડ્યા હતા અને છૂટા હાથની મારામારી થઈ હતી. જેના કારણે હાજર સૌ કોઈમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે બનાવની જાણ થતાં તાત્કાલિક બંદોબસ્તમાં હાજર પોલીસ આવી પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો.

 

ચેમ્પિયન ટ્રોફીની ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ રસાકસી ભરી થઈ હતી. જોકે ભારતીય સ્ટાર ક્રિકેટરો ઇતિહાસ રચી દીધો હતો. ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં લોકો અંતિમ ઓવરમાં બાકી હોય તે પહેલા જ રોડ ઉપર આવી પહોંચ્યા હતા. તિરંગા સાથે સૌ કોઈએ ભારતીય ક્રિકેટ ટીમના જીતના જશ્નની ઉજવણી કરી હતી.

 

શહેરના માંડવી એમ જી રોડ ઉપર પણ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ એકત્ર થયા હતા. તિરંગા આતીશબાજી સાથે જીતનો જશ્ન બનાવ્યો હતો. એવામાં એકાએક ધક્કા મુકિ થતા કેટલાક યુવકોના જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જેના કારણે નાસભાગના દ્રશ્યો પણ સર્જાયા હતા. જોકે વાતાવરણ ડોહળાઈ તે પહેલા જ બંદોબસ્તમાં હાજર પોલીસ તાત્કાલિક આવી પહોંચી હતી અને યુવાનોને ભગાડ્યા હતા અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. જ્યારે બીજી તરફ મારામારીની ઘટના બનતા ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

(11:59 AM IST)