News of Monday, 10th March 2025
સૌથી વધુ વિષયોમાં UGC-NET પાસ કરવાનો અનિલકુમાર યાદવનો વિક્રમ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા., ૧૦: ડો. અનિલ કુમાર યાદવ, જે સિક્કિમ ગવર્નમેન્ટ કોલેજ, તાડોંગ અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, પાકયોંગના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, તેમણે ફરીથી ઇતિહાસ રચ્યો છે. તેઓએ ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ'માં UGC-NET સૌથી વધુ વિષયોમાં પાસ કરવાનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.
આ વખતે, તેમણે ડિસેમ્બર ૨૦૨૪ની પરીક્ષામાં પીએચડી પ્રવેશ કેટેગરી હેઠળ ભૂગોળ (Geography) વિષયમાં તેમનો ૧૨મો UGC-NET પાસ કર્યો છે. તેઓ ગુજરાતમાં નાણા વિભાગના અધિક સચિવ તરીકે રહી ચુકયા છે. સૌરાષ્ટ્ર-ગુજરાતના તજજ્ઞો સાથે તેમના સંપર્કો છે.
હાલ સુધી, ડો. યાદવે નીચેના બાર અલગ- વિષયોમાં UGC-NET સફળતાપૂર્વક પાસ કર્યું છે.
૧. અર્થશાષા (જૂન ૨૦૧૧) ૨. મેનેજમેન્ટ (જૂન ૨૦૧૨) ૩. વાણિજ્ય (ડિસેમ્બર ૨૦૧૨) ૪. HRM/શ્રમ કલ્યાણ (જૂન ૨૦૧૩)
૫. મનોવિજ્ઞાન (ડિસેમ્બર ૨૦૧૪) ૬. જાહેર પ્રશાસન (જુલાઈ ૨૦૧૮) ૭. માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (ડિસેમ્બર ૨૦૧૮) ૮. રાજકીય વિજ્ઞાન (જૂન ૨૦૨૦) ૯. માનવશાષા (ડિસેમ્બર ૨૦૨૦ અને જૂન ૨૦૨૧ મર્જડ ચક્ર) ૧૦. શિક્ષણ (ડિસેમ્બર ૨૦૨૨) ૧૧. મહિલા અભ્યાસ (જૂન ૨૦૨૪) ૧૨. ભૂગોળ (ડિસેમ્બર ૨૦૨૪) ડો. અનિલ કુમાર યાદવની આ સિદ્ધિ માટે હાર્દિક અભિનંદન મળી રહયા છે.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
