News of Monday, 10th March 2025
વડોદરામાં છાણી સત્વ પ્રાઈમ ફ્લેટના કમ્પાઉન્ડની દિવાલ ધરાશાયી: લોકોમાં ફફડાટ ફેલાયો :ઘટના સીસીટીવીમાં કેદ
ફ્લેટની બાજુમાં ચાલી રહેલા ખોદકામને કારણે આ ફ્લેટની કમ્પાઉન્ડ તૂટી પડી જેના કારણે બે ટાવરના લોકોને ઘર છોડીને તાત્કાલિક નીકળી જવું પડ્યું

વડોદરા :રવિવારે મોડી રાત્રે બનેલી આ ઘટનાને લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બનાવને પગલે છાણી પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ સાઇટનું કામ બંધ કરાવ્યું હતું.
શહેરના છાણી ખાતે સત્વ પ્રાઇમ અને સેફ્રોન બ્લિસના રહેવાસીઓને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે. પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસના કાઉન્સિલર અમીબેન રાવતે જણાવ્યું હતું હતું કે, બિલ્ડરની સ્કીમ વસંત તારામાં ડબલ બેઝમેન્ટ માટે પાયાના ખોદકામને કારણે પાર્કિંગ અને કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઇ અને બિલ્ડીંગના કોલમ ખુલ્લા પડી ગયા હતા.
ઘટનાને પગલે રહેવાસીઓએ તેમના મકાનમાં ભૂકંપ જેવા આંચકા અનુભવાયા હતા. આ ઘટનાને કારણે બિલ્ડીંગ પડી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં રહેવાસીઓને મકાન ખાલી કરવાની ફરજ પડી હતી. VMC નો ફાયર વિભાગ ત્યાં પહોંચી ગયો હતો, પોલીસે વિસ્તારને ઘેરી લીધો હતો અને કોઈને પણ સ્થળની નજીક જવા દીધા ન હતા. પરંતુ મોડી રાત સુધી અને હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
દુર્ભાગ્યપૂર્ણ છે કે ઉત્તર ઝોન કે VMC તરફથી કોઈ સિનિયર એન્જિનિયર સ્થળ પર પહોંચ્યા નથી. આજે લગભગ 120 થી વધુ પરિવારો બેઘર થયા છે. ત્રણ-વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા છે. VMC ના મ્યુનિસિપલ કમિશનરને ફોન કરવામાં આવ્યો હતો, તેમણે વીએમસીના TPO પરિમલ પટણીને જવાબદારી સોંપી હતી, અમી રાવતે રહેવાસીઓ માટે ખોરાક અને આશ્રયની તાત્કાલિક વ્યવસ્થા કરવા માટે કહ્યું હતું, પરંતુ રાત્રે TPO પરિમલ પટણી આવ્યા નહોતા અને VMC દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.
જો ઇમારતો રહેવા માટે સલામત હોય તો VMC દ્વારા સત્વ પ્રાઇમની સંલગ્ન સ્થળની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ની ચકાસણી હાથ ધરવામાં આવે છે અને તેના માટે NOC જારી કરવામાં આવે છે અને જો ન હોય તો, VMC એ ખાતરી કરવી જોઈએ કે તેઓ વસંત તારા યોજનાના ડેવલપરના ખર્ચે સત્વ પ્રાઇમ બિલ્ડીંગની કાયમી ડિઝાઇન પ્રમાણે સ્ટ્રક્ચર મજબૂત બનાવી માટે સુરક્ષિત બનાવવામાં આવે.
જ્યાં સુધી સત્વ પ્રાઇમ બિલ્ડિંગના રહેવાસીઓને ન્યાય ન મળે અને જ્યાં સુધી સલામતીની તમામ ચકાસણી અને ભવિષ્યની જવાબદારી નક્કી ન થાય ત્યાં સુધી સિવાય સ્થળ પર આગળ કોઈ કામ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. આ સમગ્ર ઘટના માટે ટેકનિકલ અને કાનૂની નિષ્ણાતોની તપાસ સમિતિની નિમણૂક કરો.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
