<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશન નજીક બિલ્ડિંગના પગથિયે જાહેરમાં દારુ પાર્ટી !!: આઠ શખ્સોની ધરપકડ

ઈસ્કોન ચાર રસ્તા પરના શિવાલીક શિલ્પ બિલ્ડિંગના પગથિયા ઉપર જાહેરામાં દારૂ મહેફિલ માણતો વીડિયો સોશિયલ ઉપર વહેતો કર્યો હતો

અમદાવાદના સેટેલાઈટમાં ગજબની ઘટના  બની હતી. જેમાં 8 મિત્રોએ ઈસ્કોન ચાર રસ્તા પરના શિવાલીક શિલ્પ બિલ્ડિંગના પગથિયા ઉપર જાહેરામાં દારૂ મહેફિલ માણતો વીડિયો સોશિયલ ઉપર વહેતો કર્યો હતો. આ વીડિયોમાં યુવાનોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. આ જગ્યા સેટેલાઈટ પોલીસ સ્ટેશનથી માંડ 800 મીટર દૂર છે.

સાગર માફિયા 99 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં દારૂની મહેફિલનો એક વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 7થી 8 મિત્રો ઈસકોન ચાર રસ્તા પરના શાલિગ્રામ શિલ્પ બિલ્ડિંગના પગથિયા ઉપર રાતના સમયે દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જેના આધારે પોલીસે પીયૂષ મકવાણા, સંજય પરમાર, મયંક મકવાણા, વિકી મકવાણા, હિરેન સોલંકી, અમિતસિંહ ડાભી, મયૂર મકવાણા અને પીયૂષ પરમારને ઝડપી લીધા હતા. જેમાંથી પીયૂષ અને સાગર વિરુદ્ધ અગાઉ ગુના નોંધાયેલા છે.

(1:15 PM IST)