તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Monday, 10th March 2025
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 27 ટકા OBC અનામત સમાંતર લાભનો મામલો પહોંચ્યો હાઈકોર્ટ
જ્ઞાતિની સંખ્યાના આધારને ધ્યાને લીધા વિના સમાંતર 27% અનામતની જોગવાઈ સુપ્રીમકોર્ટના હુકમનો તિરસ્કાર હોવાની રજૂઆત

અમદાવાદ :રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 27 ટકા OBC અનામત સમાંતર લાભનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો છે. જ્ઞાતિની સંખ્યાના આધારને ધ્યાને લીધા વિના સમાંતર 27% અનામતની જોગવાઈ સુપ્રીમકોર્ટના હુકમનો તિરસ્કાર હોવાની રજૂઆત સાથે જસ્ટિસ કલ્પેશ ઝવેરીના વળપણ હેઠળ નિમાયેલ OBC કમિશનના રિપોર્ટની ભલામણોનું પાલન ન થતું હોવાનો પણ અરજીમાં દાવો કરાયો છે
જનરલ કેટેગરીની સંખ્યા વધુ હોઈ અથવા OBCની સંખ્યા વધુ હોઈ તેવી બંને સ્થિતિમાં 27%નું સમાંતર રિઝર્વેશન એ લોકોના હિતમાં નહીં તેવું પણ અરજદાર વતી કહેવાયું છે અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનવણી હાથ ધરાઈ હતી
કોર્ટે રાજ્ય ચૂંટણી કમિશન, રાજ્ય સરકાર, લેજિસ્લેટિવ એન્ડ પાર્લામેન્ટરી અફેર ડિપાર્ટમેન્ટ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, પંચાયતી રાજ અને ગ્રામ્ય અને શહેરી વિકાસ વિભાગ, શહેરી વિકાસ વિભાગ ને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે વિગતવાર દલીલોને અંતે કોર્ટે નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
