<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5200 રૂપિયા બોલાયો : જાણો અન્ય 28 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 35 માર્કેટિંગ યાર્ડમાં કુલ 3,011.16 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 35 માર્કેટિંગ યાર્ડમાં કુલ 3,011.16 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5200 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3211 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત સાવરકુંડલામાં 4350 રૂ., રાધનપુરમાં 4250 રૂ., બોટાદમા 4220 રૂ., અમરેલીમાં 4190 રૂ., ડીસામાં 4121 રૂ., ધાનેરામાં 4080 રૂ., ગોંડલમાં 4001 રૂ., રાજકોટમાં 3915 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 3,011.16 ટન આવક થઇ છે.

(7:15 PM IST)