<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

સુરતમાંથી કૂટણખાનું ઝડપાયું: રાંદેર પોલીસની ટીમે દરોડો પાડીને સંચાલક અને 4 ગ્રાહકોને ઝડપી પાડ્યા

6 વિદેશી મહિલાઓને રાખીને તેઓની પાસે દેહવ્યાપાર કરાવાતો હોવાનું સામે આવ્યું: બે આરોપીને વોન્ટેડ જાહેર કરાયા

સુરતમાંથી કૂટણખાનું ઝડપાયું છે. રાંદેર પોલીસની ટીમે કૂટણખાના પર રેડ કરીને સંચાલક અને 4 ગ્રાહકોને ઝડપી પાડ્યા છે. 6 વિદેશી મહિલાઓને રાખીને તેઓની પાસે દેહવ્યાપાર કરાવાતો હોવાનું સામે આવ્યું હતું. આ બનાવમાં બે આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે.

મળતી માહિતી મુજબ સુરત શહેરમાં રાંદેર પોલીસની ટીમે પાલનપુર જકાતનાકા વી-સ્ક્વેર બિલ્ડીંગમાં બીજા માળે આવેલા વેલ્નેસ સેન્ટરમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો જ્યાં રાંદેર પોલીસની ટીમે રેડ કરી હતી. પોલીસે અહીંથી વેલ્નેસ સેન્ટરના સંચાલક રોશન રાજકુમાર સિંગને ઝડપી પાડ્યો હતો આ ઉપરાંત અહી 6 વિદેશી મહિલાઓને રાખીને તેમની પાસે દેહવ્યાપાર કરાવાતો હોવાનું સામે આવ્યું હતું

પોલીસે 4 ગ્રાહકોને પણ ઝડપી પાડ્યા હતા જેમાં એક સગીર વયનો છે. પોલીસે આ બનાવમાં હની અને અભય અર્જુન સાળુંકે નામના બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે તેમજ પોલીસે રેડ દરમ્યાન રોકડા રૂપિયા 12 હજાર, 5 મોબાઈલ ફોન, વગેરે મળી કુલ 1.46 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

(7:51 PM IST)