News of Monday, 10th March 2025
નવસારી અગનગોળો બન્યું તાપમાન 40.1 ડિગ્રી નોંધાયું :અકળાવનારી ગરમીથી લોકો ત્રાહિમામ
ગુજરાતમાં હીટવેવની થઈ શરૂઆત : નવસારી ગ્રીન એલર્ટમાં હોવા છતાં 40 ડિગ્રી તાપમાન નોંધાયુ

નવસારી: ગુજરાતમાં હીટવેવની શરૂઆત થઈ ચૂકી છે. નવસારીમાં આજે વર્તમાન ઉનાળાની સીઝનનો સૌથી ગરમ દિવસ તરીકે નોંધાયો છે. જિલ્લામાં મહત્તમ તાપમાન 40.1° નોંધાયું છે. અકળાવનારી ગરમીથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નવસારી ગ્રીન એલર્ટમાં હોવા છતાં 40 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર થતા તેની અસર શહેરના માર્ગો પર દેખાઈ હતી.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
