<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

અમદાવાદના જમાલપુર ખાંડની શેરી પાસે ભેખડ ધસી પડતા શ્રમિકો દટાયા

કોગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાડાની નવી ઓફિસનું કામ ચાલતું હતું : દીવાલનો એક ભાગ ધારાશાયી થતા ચાર શ્રમિક અંદર દટાયા

અમદાવાદના જમાલપુર ખાંડની શેરી પાસે ભેખડ ઘસી પડતા શ્રમિકો દટાયા હોવાની વિગતો સામે આવી છે. કોગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાડાની નવી ઓફિસનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન દીવાલનો એક ભાગ ધારાશાયી થતા ચાર શ્રમિક અંદર દટાયા હતા. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી શ્રમિકોને બહાર કાઢ્યા હતા  ચાર શ્રમિકોને સારવાર અર્થે SVP હોસ્પિટલ ખસેડ્યા હતા. ચારેય શ્રમિકો સામાન્ય ઇજા પહોચી હોવાનું હોસ્પિટલના સત્તાવાળાઓનું કહેવું છે. ગાયકવાડ હવેલી પોલીસ ધટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે

(8:29 PM IST)