News of Monday, 10th March 2025
વડોદરામાં હિટ વેવના દર્દીઓ માટે SSG હોસ્પિટલમાં તૈયારી : અલાયદા વોર્ડ-આઈસીયુની કરાઈ વ્યવસ્થા
કાળઝાળ ગરમી પડવાની સંભાવનાને ધ્યાને રાખીને એસ.એસ.જી હોસ્પિટલે આગોતરી તૈયારી શરૂ કરી

વડોદરામાં કાળઝાળ ગરમી પડવાની સંભાવનાને ધ્યાને રાખીને એસ.એસ.જી હોસ્પિટલે આગોતરી તૈયારી શરૂ કરી દીધી છે. હિટવેવને લઈ આવતા દર્દીઓની સારવાર માટે એસ.એસ.જી હોસ્પિટલે કરી તૈયારીઓ. અલાયદા વોર્ડ અને અલાયદો ICU તૈયાર કરાયો છે.
સામાન્ય વોર્ડમાં 35 બેડ અને ICU માં 10બેડની વ્યવસ્થા કરાઇ છે. વડોદરામાં આગામી બે દિવસ યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં ગરમીનો પારો 38 ડિગ્રીથી વધીને 40 ડિગ્રી પર પહોંચે તેવી શક્યતા છે
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
