News of Monday, 10th March 2025
IAS અધિકારી આદ્રા અગ્રવાલ GAD માં આયોજન સચિવ તરીકે નિયુક્ત
આ નિમણૂક સાથે જ વધારાનો હવાલો સંભાળી રહેલા IAS અધિકારી રાકેશ શંકરને ફરજમાંથી મુક્ત કરાયા

અમદાવાદ : ગુજરાત કેડરના IAS અધિકારી અને 2007 બેચના અધિકારી આદ્રા અગ્રવાલને કેન્દ્રીય પ્રતિનિયુક્તિમાંથી રાજ્ય કેડરમાં પરત ફર્યા બાદ સામાન્ય વહીવટ વિભાગ (GAD)માં સચિવ (પ્લાનિંગ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, આદ્રા અગ્રવાલ કુટીર અને ગ્રામીણ ઉદ્યોગના કમિશનર અને કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગના સચિવની વધારાની જવાબદારી પણ સંભાળશે. અગાઉ આ હોદ્દો સંભાળી રહેલા પ્રવિણભાઈ સોલંકીની બદલી થતાં આ જગ્યા ખાલી પડી હતી.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
