<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

ઝવેરચંદ મેઘાણીની ૭૮મી પુણ્‍યતિથીએ ધંધુકામાં ‘મેઘાણી વંદના'

ઝવેરચંદ મેઘાણીએ ૧૯૨૮માં રચેલું અમર કાવ્‍ય ‘ચારણ-કન્‍યા' આધારિત ગુજરાતનો સર્વપ્રથમ અનન્‍ય અને અનોખો થીમ પાર્ક ‘ચારણ-કન્‍યા' વાટિકા (ગીરની વાતો)નું લોકાર્પણઃ આ પંથકમાં સર્વપ્રથમ મહાત્‍મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ :‘મેઘાણી વંદના' (કસુંબલ લોકડાયરો)માં ગુજરાતના ખ્‍યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, ધીરુભાઈ સરવૈયા, રાધાબેન વ્‍યાસ અને પંકજ ભટ્ટે રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સ્‍વરચિત ગીતો તેમજ સંશોધિત-સંપાદિત પ્રાચીન લોકગીતો-ભજનોની રમઝટ બોલાવ :ગુજરાત રાજ્‍યના પ્રવાસન, સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ, વન અને પર્યાવરણ, ક્‍લાઈમેટ ચેન્‍જના મંત્રી મુળુભાઈ બેરા, પૂર્વ મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા, ધંધુકા ધારાસભ્‍ય કાળુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્‍ય ભરતભાઈ પંડ્‍યા, ધંધુકા નગરપાલિકા પ્રમુખ પારૂલબેન આદેસરા, અભિનેતા મયુરભાઈ વાકાણી અને ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીની વિશેષ ઉપસ્‍થિતિ

રાજકોટ, તા.૧૧: રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૭૮મી પુણ્‍યતિથિ નિમિત્તે એમની શૌર્યભૂમિ ધંધુકા (જિ. અમદાવાદ) સ્‍થિત રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય (ઐતિહસિક જિલ્લા પંચાયત રેસ્‍ટ-હાઉસ) ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્‍કળતિ-સાહિત્‍ય-સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્‍ટ્રભાવનાપ્રદેશપ્રેમ જાગળત થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી દ્વારા આ પ્રેરક આયોજન-સંયોજન કરવામાં આવ્‍યું હતું.

ગુજરાત રાજ્‍યના પ્રવાસન, સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ, વન અને પર્યાવરણ, ક્‍લાઈમેટ ચેન્‍જના મંત્રી મુળુભાઈ બેરા, પૂર્વ મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા, ધંધુકા ધારાસભ્‍ય કાળુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્‍ય ભરતભાઈ પંડ્‍યા, ધંધુકા નગરપાલિકા પ્રમુખ પારૂલબેન આદેસરા (સોની), ઉપપ્રમુખ ગજરાબેન ચૌહાણ અને કારોબારી ચેરમેન રાજેશભાઈ પરમાર, અભિનેતા અને શિલ્‍પકાર મયુરભાઈ વાકાણી (તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા ટેલિવિઝન સિરિયલના સુદરલાલ), ધંધુકા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ ચૌહાણ અને મહામંત્રી તુષારભાઈ પરમાર, ધંધુકા એ.પી.એમ.સી. ચેરમેન ચેતનસિંહ ચાવડા, ગુજરાત પ્રવાસન નિગમ લિ.ના અજિતભાઈ જોષી (મેનેજર-પ્રોજેકટ), અનિલભાઈ પટેલ અને આકાશભાઈ તન્ના, મદદનીશ ગ્રંથાલય નિયામક લલિતભાઈ મોઢ (રાજકોટ), રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર પ્રતિક્ષાબેન ચૌધરી, શિલ્‍પકાર આનંદભાઈ ટીકે અને હેમાલીબેન વાકાણી, પ્રધ્‍યુમનસિંહ ચુડાસમા (ઘોલેરા), ભરતભાઈ કારાણી (દુબઈ), નરેન્‍દ્રભાઈ દવે (રાણપુર), સહદેવસિંહ ગોહિલ, વિજયસિંહ બારડ, બાબુભાઈ ગમારા, ભૂપતસિંહ ચુડાસમા, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન ગોવિંદસિંહ ડાભી અને મંત્રી હરદેવસિંહ રાણા, શિક્ષણ-જગતમાંથી નારણભાઈ પટેલ, શ્રી ચોટીલા એજ્‍યુકેશન એન્‍ડ ચેરિટી ટ્રસ્‍ટના કિરીટસિંહ રહેવર (મામા), મહિપતસિંહ વાધેલા, ઉગ્રસેનસિંહ ગોહિલ, રાણપુર સાર્વજનિક એજ્‍યુકેશન સોસાયટીના મુકુંદભાઈ વઢવાણા, પ્રાધ્‍યાપક ડો. ઋતુલકુમાર સુતરીયા, સહદેવસિંહ ચુડાસમા અને યોગીરાજસિંહ ઝાલા, કોન્‍ટ્રાકટર વિપુલભાઈ સાવલીયા, દિગવિજયસિંહ રાઠોડ, અભિજિતસિંહ રાઠોડ, મેહુલભાઈ આસોદરીયા અને ગિરીશભાઈ સોજીત્રા, લલિતભાઈ વ્‍યાસ, ઉમેદસિંહ રાઠોડ, ભુરુભા રાઠોડ, ઘનશ્‍યામસિંહ રહેવર, દોલભા ડોડીયા, દોલતસિંહ ટાંક, દિલીપસિંહ રાઠોડ, સરદારસિંહ મોરી, અશ્વિનકુમાર રાવલ, પિયૂષભાઈ વ્‍યાસ, વાલજીભાઈ અને સંજય પિત્રોડા, રમેશભાઈ અને દર્શન બદ્રેશિયા, પાંચાભાઈ બોળીયાની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી. યુવા પેઢીની મોટી સંખ્‍યામાં હાજરી રહી હતી.

 ઝવેરચંદ મેઘાણીએ ૧૯૨૮માં રચેલું અમર કાવ્‍ય ચારણ-કન્‍યા આધારિત ગુજરાતનો સર્વપ્રથમ અનન્‍ય અને અનોખો થીમ પાર્ક ચારણ-કન્‍યા વાટિકા (ગીરની વાતો)નું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. પિનાકી મેઘાણીની પરિકલ્‍પના થકી કવિતાની સ્‍મળતિરૂપે સર્વપ્રથમ વખત જ આવું પ્રેરક નિર્માણ કરાયું છે.સ્ત્રી-સશક્‍તિકરણની ઉમદા ભાવનાથી નવી પેઢી પ્રેરિત થાય તે આશયથી ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા નિર્મિત-વિકસિત આ થીમ પાર્કમાં રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, ચારણ ભક્‍તકવિ દુલા ભાયા કાગ, ચૌદ-વર્ષીય ચારણ-કન્‍યા, ચારણ-કન્‍યાનાં માતા-પિતા તેમજ માંસાહારી પ્રાણીઓમાં સિંહ, સિંહણ, સિંહ-બાળ, દીપડો, ઝરખ, શિયાળ, જંગલી ભૂંડ તથા તળણાહારી પ્રાણીઓમાં ગીર ગાય, મળત વાછરડી, સાબર, ચિતલ, ચૌશિંગા, વાંદરો તથા પક્ષીઓમાં મોર, ગીધ, સમડી, ઘુવડ, પોપટ, નવરંગ, કલકલીયો, પીળક સહિત ગીરની વન્‍ય જીવસળષ્ટિને નિરૂપતાં ૩૦ જેટલાં આબેહૂબ પૂર્ણ-કદનાં શિલ્‍પ અને પરિસરતંત્રને અનુરૂપ વનસ્‍પતીઓ-વળક્ષો ખ્‍યાતનામ શિલ્‍પકારો મયુરભાઈ વાકાણી, આનંદભાઈ ટીકે અને હેમાલીબેન વાકાણી (અમિત ફાઈબર ડેકોર) દ્વારા ટૂંકા ગાળામાં સુયોગ્‍ય રીતે તૈયાર કરવામાં આવ્‍યાં છે. સમગ્ર શિલ્‍પ-સ્‍થાપત્‍યને ચાર જેટલાં ડાયોરામામાં વર્ગીકળત કરવામાં આવ્‍યા છે તેમજ તેને ચિરકાલિન બનાવવા પરંપરાગત શૈલીમાં ચાર ગઝેબોનું નિર્માણ પણ કરવામાં આવ્‍યું છે. સમગ્ર દ્રશ્‍યાવલિની શ્રાવ્‍ય અનુભૂતિ માટે  QR Code દ્વારા લોકપ્રિય લોકકગાયક અભેસિંહ રાઠોડના કંઠમાં આ કાવ્‍યનો અસલઢબે ઝમકદાર રસાસ્‍વાદ માણી શકાશે. આ અવસરે એક પેડ માં કે નામ અંતર્ગત ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા વળક્ષારોપણ પણ કરવામાં આવ્‍યું હતું.

આ પંથકમાં સર્વપ્રથમ મહાત્‍મા ગાંધીની મનોરમ્‍ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્‍યું હતું.

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગની ગુજરાત રાજ્‍ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી આયોજિત મેઘાણી વંદના (કસુંબલ લોકડાયરો)માં ગુજરાતના ખ્‍યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, ધીરુભાઈ સરવૈયા, રાધાબેન વ્‍યાસ અને પંકજ ભટ્ટે રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સ્‍વરચિત ગીતો તેમજ સંશોધિત-સંપાદિત પ્રાચીન લોકગીતો-ભજનોની રમઝટ બોલાવીને સહુને ડોલાવી દીધા હતા.

વિશ્વભરમાં વસતાં ૩૫ લાખથી વધુ ભાવિકોએ આ કાર્યર્ક્‍મનું ઈન્‍ટરનેટ www.eevents.tv/meghani પર પણ જીવંત પ્રસારણ માણ્‍યું હતું.

રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં વિવિધ સ્‍મળતિ-સ્‍થળોને સુયોગ્‍ય રીતે વિકસાવીને જીવંત કરવા બદલ પિનાકી મેઘાણીએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, મંત્રી મુળુભાઈ બેરા અને ગુજરાત સરકારનો હ્રદયથી આભાર માન્‍યો છે. (રર.૧૨)

: આલેખનઃ

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન 

(મો. ૯૮૨૫૦૨૧૨૭૯)

(3:53 PM IST)