તા. ૩૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૨ બુધવાર
આબુ રોડ પરથી ખાનગી બસમાંથી 1 .700 કિલો સોનું અને 28 કિલો ચાંદી ઝડપાઇ : 81 લાખ રોકડા રૂપિયા જપ્ત : 4 લોકોની અટકાયત
રાજસ્થાનની આબુ રોડ પોલીસની માવલ ચેક પોસ્ટ પર મોટી કાર્યવાહી: બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટને અડીને આવેલી માવલ ચેકપોસ્ટ પરથી કરોડોનો મુદામાલ જપ્ત કર્યો

આબુ રોડ પરથી કરોડોનો મુદ્દામાલ પકડાયો છે .. ખાનગી બસમાંથી 1 કિલો અને 700 ગ્રામ સોનું પકડાયું છે જયારે 28 કિલો ચાંદી, 81 લાખ રોકડા રૂપિયા જપ્ત કરાયા છે આ મામલે આબુરોડ પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે
બનાસકાંઠા અડીને આવેલા રાજસ્થાનની આબુ રોડ પોલીસે માવલ ચેક પોસ્ટ પર મોટી કાર્યવાહી કરી છે. બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટને અડીને આવેલી આબુ રોડની માવલ ચેકપોસ્ટ પરથી પોલીસે બાતમીના આધારે કરોડો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આબુ રોડ પોલીસે માવલ ચેકપોસ્ટ પરથી ખાનગી લગ્ઝરી બસમાં છુપાડેલું 1 કિલો 700 ગ્રામ સોનું, 28 કિલો ચાંદી અને 81 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે.
પોલીસે કરોડો રૂપિયાના સોના ચાંદીના આભૂષણ અને રોકડ રકમ સહિત ખાનગી બસને પણ જપ્ત કરી લીધી છે. હાલમાં આબુ રોડ પોલીસે 4 આરોપીઓની અટકાયત કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
