<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

રાજયમાં કપાસનો સૌથી ઉંચો ભાવ જામજોધપુરમાં 1681 રૂપિયા સુધી બોલાયો: જાણો 39 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 39 માર્કેટ યાર્ડમાં કુલ 5,112.95 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 39 માર્કેટ યાર્ડમાં કુલ 5,112.95 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ જામ જોધપુર માર્કેટ યાર્ડમા 1681 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1480 રૂ. અને નીચો ભાવ 1360 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય માણાવદરમાં 1590 રૂ., વિસનગરમાં 1522 રૂ., વડાલીમાં 1521 રૂ., રાજપીપળામાં 1520 રૂ., કડીમાં 1516 રૂ., ગોંડલમાં 1461 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 5,112.95 ટન કપાસની આવક થઇ છે.

(8:54 PM IST)