<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

રાજયમાં જીરાના ભાવમાં તેજીનો દોર :સૌથી ઉંચો ભાવ ઊંઝામાં 6140 રૂપિયા બોલાયો: જાણો 31 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 31 માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,366.83 ટન જીરાની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 31 માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,366.83 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 6140 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3275 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાધનપુરમાં 4401 રૂ., ભાભરમાં 4200 રૂ., ડીસામાં 4080 રૂ., વાવમાં 4040 રૂ., સમીમાં 4 હજાર રૂ., ગોંડલમાં 3981 રૂ., રાજકોટમાં 3901 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 2,366.83 ટન આવક થઇ છે.

(8:54 PM IST)